રેસ્ટોરાંમાં બાથરૂમ યૂઝ કરવું પડ્યું મોંઘું, સોશિયલ મીડિયા પર વાયરલ થયું બીલ

PC: indiatimes.com

બદલતા યુગની સાથે ઘણી બધી વસ્તુઓમાં બદલ થઇ રહ્યા છે. આજના સમયમાં કોઈ પણ વસ્તુ ફ્રીમાં નથી મળતી અને જો મળી પણ જાય તો, સમજી લો કે, જલદી જ તેના પર રૂપિયા ચૂકવવા પડશે. આ વાતનો અંદાજો હાલમાં જ વાયરલ થયેલા આ ટ્વીટને જોઇને લાગી શકે છે, જેમાં રેસ્ટોરાંમાં ખાવાની સાથે બાથરૂમનો ઉપયોગ કરતા બિલ આપવું પડી શકે છે. એમ તો તમે અત્યાર સુધી રસ્તામાં બનેલા સુલભ શૌચાલયના બાથરૂમનો ઉપયોગ કરવા બદલ જ પૈસા ચૂકવ્યા હશે, પણ હાલમાં જ વાયરલ થયેલા આ બિલને જોઇને તમે બદલતા સમયનો અંદાજો લગાવી શકો છો.

હવે તે સમય પણ આવી ચૂક્યો છે, જ્યારે રેસ્ટોરાંમાં જમવા ઉપરાંત બાથરૂમનો ઉપયોગ કરવા પર પણ પૈસા ચૂકવવા પડી શકે છે. આ મામલો ગ્વાટેમાલાના એક કાફેનો કહેવામાં આવી રહ્યો છે, જ્યાંના લા એસ્કિવના કોફી શોપ (La Esquina Coffee Shop)માં એક ગ્રાહકને વોશરૂમનો ઉપયોગ કરવા માટે પૈસા આપવા પડ્યા હતા. આટલું જ નહીં, કોફી શોપે આ વાતનો ઉલ્લેખ બીલમાં પણ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, બીલ જોયા પછી કસ્ટમરના હોશ ઉડી ગયા.

કહેવામાં આવી રહ્યું છે કે, નેલ્સી કોર્ડોવા નામની કસ્ટમરે રેસ્ટોરાંમાં બાથરૂમનો ઉપયોગ કર્યા પછી આ બીલની ચૂકવણી કરી હતી, જે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. નેલ્સી કોર્ડોવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આ બીલ રીસીપ્ટ શેર કરી છે, જેને જોયા પછી યૂઝર્સ આ રેસ્ટોરાંની ટીકા કરી રહ્યા છે. તેમજ, આ દરમિયાન કેટલાક લોકો એવા પણ હતા, જેમણે આ રીતને યોગ્ય ગણાવી છે.

ટ્વીટર પર વાયરલ આ બીલની રીસીપ્ટને જોયા પછી યૂઝર્સ જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ‘મને આશ્ચર્ય છે કે, તેમણે રેસ્ટોરાંમાં હવા માટેનો ચાર્જ નથી લીધો.’ બીજા યૂઝરે લખ્યું કે, ‘હું આ રેસ્ટોરાંમાં જઈ ચૂક્યો છું. મને કહેવું પડશે કે અંદર ખૂબ જ ખાલી હતું, મને હવે સમજાઈ ગયું કે, તે જગ્યા ખાલી કેમ હતી?’ તેમજ મામલો પબ્લિક થતા જોઇને કાફેએ જવાબ આપ્યો કે, ‘અમને તે ઘટના માટે દુ:ખ છે, આ એક ખૂબ જ ગંભીર અને અનૈચ્છિક ભૂલ હતી, જેને અમારા સીસ્ટમમાં પહેલા જ સુધારી દેવામાં આવી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp