સોડા, કોલ્ડ ડ્રિંકની સાથે વ્હિસ્કી કેમ ખતરનાક છે તે જાણો

PC: britannica.com

ભારતમાં સોડાની સાથે વ્હિસ્કી પીવી એ એક સામાન્ય વાત છે. કહેવાય છે કે, ભારતમાં આ ચલણની શરૂઆત અંગ્રેજોએ શરૂ કરી હતી. આજે પણ બાર અને પબમાં વ્હિસ્કીને પાણી અને સોડા સાથે સર્વ કરવી ખૂબ જ લોકપ્રિય છે, જેને વ્હિસ્કી હાઇબોલ પણ કહેવાય છે. ભારતમાં તો આ કોમ્બિનેશનને નેશનલ ડ્રિંક જેવો દરજ્જો આપવામાં આવે છે. સોડા અને વ્હિસ્કીની જોડીને વધુ મજબૂત કરવામાં એક મોટુ યોગદાન આપણી લિકર કંપનીઓ અને બોલીવુડનું પણ છે. વ્હિસ્કીની એડવર્ટાઇઝમેન્ટ કરવા પર પ્રતિબંધ છે, તેથી વ્હિસ્કી બનાવતી કંપનીઓએ તેનું સોલ્યુશન લાવતા દિગ્ગજ સેલિબ્રિટીઝ સાથે સોડાનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. હવે હાલત એ છે કે, ઘણા લોકો સોડા વગર વ્હિસ્કી પીવાની કલ્પના પણ નથી કરી શકતા. જોકે, શું તમે જાણો છો કે, વ્હિસ્કીને સોડા અને કોલ્ડ ડ્રિંક સાથે મિક્સ કરીને પીવું એ જોખમી છે.

દુનિયાના અધિકતમ દેશોમાં વ્હિસ્કી નીટ પીવામાં આવે છે. જાણકારો માને છે કે, વ્હિસ્કી કે અન્ય કોઇ પ્રકારના આલ્કોહોલિક ડ્રિંકમાં અન્ય તરલ પદાર્થ ઉમેરવાથી તેનું અસલ ફ્લેવર ખરાબ થઇ જાય છે. જોકે, વ્હિસ્કીની કડવાશ ઓછી અનુભવાય છે, તેથી ભારતમાં લોકો, સોડા, કોલ્ડ ડ્રિંક, જ્યૂસ અને અન્ય વસ્તુઓ સાથે દારૂ પીએ છે. સોડા સરળતાથી મળી જાય છે, આ સસ્તું અને તેમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ આલ્કોહોલના પરપોટા વાળું ખુબસુરત ટેક્સચર આપે છે. સોડામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ આપણા લોહીમાં ભળીને નશાનો તરત જ એહસાસ કરાવે છે. કદાચ આ કારણથી જ સોડા સાથે વ્હિસ્કી ભારતમાં આટલા ચલણમાં છે.

જાણકારો કહે છે કે, કોઇક વખત ઠીક છે, પણ નિયમિત પણે આ રીતે પીવાથી ઘણા જોખમો ઉભા થઇ શકે છે. સોડાને શરીર સરળતાથી ગ્રહણ કરી લે છે. દારૂ પીતાની સાથે જ આપણા લોહીમાં સોડાનો કાર્બન ડાયોક્સાઇડ ઝડપથી મળી જાય છે. તેથી આપણને નશો પણ ઝડપથી થાય છે. જોકે, સોડામાં ફોસ્ફોરિક એસિડ પણ હોય છે, જે શરીરમાં હાજર કેલ્શિયમનું ક્ષારણ કરે છે ને પછી આ કેલ્શિયમ યૂરિનમાંથી બહાર નીકળી જાય છે. કેલ્શિયમનું આ રીતે ક્ષારણ થવાથી આપણાં હાડકા સમય જતા નરમ થવા લાગે છે.

કોલ્ડ ડ્રિંકમાં સોડા સિવાય ખાંડ પણ વધુ માત્રામાં હોય છે. તે આપણા લોહીમાં શુગર લેવલને વધારે છે. તે સિવાય, શુગરના કારણે આપણા શરીર દ્વારા આલ્કોહોલ એબ્ઝોર્બ કરવાની પ્રક્રિયા ધીમી પડવા લાગે છે. એક સ્ટડી અનુસાર, આ કોલ્ડ ડ્રિંકમાં કેફીન પણ હોય છે. આલ્કોહોલ અને કેફીન વિપરીત રીતે કામ કરે છે. આલ્કોહોલ જ્યાં લોકોને સુસ્ત બનાવે છે, જ્યારે કેફીન સુસ્તીને ખતમ કરીને ઉંઘ ભગાવે છે. એવામાં કેફીન અને દારુ, એક સાથે શરીરમાં જવાથી નુકસાન થાય છે. જાણકારો માને છે કે, નિયમિત રીતે કોલ્ડ ડ્રિંક સાથે દારૂ પીવાથી ડિહાઇડ્રેશન અને હેંગઓવરની સમસ્યાઓ પણ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp