પિતાએ દીકરીને બર્થડે પર આપી ગંદા પાણીની બોટલ!કારણ જાણીને તમે પણ વિચારમાં પડી જશો

PC: twitter.com/patriciamou

નાના બાળકો હોય કે કોઈ મોટા માણસ, જન્મદિવસ પર ગિફ્ટ્સ મળવાથી ખુશી તો બધાને થાય જ છે. તો જ્યારે કોઈ સમજી વિચારીને આપણાં પસંદની વસ્તુ આપણાં માટે લઈ આવે તો એ ખુશી બેગણી થઈ જાય છે. લોકો પોતાના બાળકો માટે પણ સૌથી ખાસ ગિફ્ટ પસંદ કરે છે, પરંતુ હાલમાં જ એક મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાના જન્મદિવસ પર પિતા પાસેથી મળેલી ગિફ્ટ બાબતે જણાવ્યું કે, તો લોકો હેરાન રહી ગયા.

Patricia Mou નામની મહિલાએ કેટલીક તસવીરો શેર કરતા જણાવ્યું કે, મારા પિતાએ આ અગાઉ મારા ઘણા જન્મદિવાસો પર મને એક ફર્સ્ટ એડ કિટ, પેપર સ્પ્રે, એક એનસાઈક્લોપીડિયા, એક ચાવીનો ગુસ્સો મારા માટે લખેલું એક પુસ્તક જેવા ગિફ્ટ આપ્યા હતા. તેમણે મને કહ્યું કે, આ વર્ષની ગિફ્ટ ખૂબ ખાસ છે કેમ કે તેને પૈસાથી ખરીદી નહીં શકાય, આ જીવનનો એક અમૂલ્ય બોધ છે.

તેમણે મને એક ગંદા પાણીની બોટલ ગિફ્ટમાં આપી. સાથે જ જણાવ્યું જે જ્યારે તમે ગભરાયેલા હોવ તો પાણીની હાલતી ગંદી બોટલ જિંદગીનું પ્રતિક છે કેમ કે ત્યારે દરેક વસ્તુ ગંદી નજરે પડે છે, પરંતુ જ્યારે મન સ્થિર થઈ જાય છે તો બોટલમાં ગંદકી નીચે બેસીને માત્ર 10 ટકાથી પણ ઓછી રહી જાય છે. પર્સપેક્ટિવ બનાવી રાખવું જરૂરી છે. Patricia Mouએ જણાવ્યું કે, ત્યારબાદ વિકેન્ડ પર હું આ બોટલને સમુદ્ર પાસે લઈ ગઈ અને ખાલી કરી દીધી.

આ પ્રક્રિયામાં વધુ એક બોધ શેર કરતા Patricia Mouએ જણાવ્યું કે, ‘તમે સમુદ્રમાં એક ટીપું નથી, તમે એક ટીપમાં મહાસાગર છો.’ હકીકતમાં મેં તેમના જૂના શબ્દોને એક લેવલ ઉપર કરી દીધા. આ પોસ્ટનો મુદ્દો એ છે કે હું સ્પષ્ટ રૂપે આ વ્યક્તિની દીકરી છું.’ Patricia Mouની પોસ્ટથી એ સમજ તો આવે છે કે સૌથી સાધારણ ગિફ્ટનો સૌથી ગાઢ અર્થ હોય શકે છે. સાથે જ તેનો અર્થ છે કે આપણે ખરાબ પરિસ્થિતિઓમાં સંયમ બનાવી રાખીએ. જ્યારે આપણે પરેશાન થઈએ છીએ તો આપણે યાદ રાખવું જોઈએ કે જીવનમાં સારી વસ્તુ ખરાબ વસ્તુથી વધુ મહત્ત્વપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp