આ વિદેશી છોકરી પોસ્ટર લગાવીને ભારતીય પતિની કરી રહી છે શોધ

PC: instagram.com/dijidol

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકદમ ક્રિકેટની જેમ હોય છે. જેમ તમે ક્રિકેટમાં ભવિષ્યવાણી નહીં કરી શકો કે કયા બૉલ પર શું થશે, બરાબર એ જ પ્રકારે સોશિયલ મીડિયાને લઈને પણ આશા નહીં લગાવી શકાય કે ક્યારે શું વાયરલ થઈ જાય. રોજ કંઈક એવું જોવા મળે છે જેની બાબતે વ્યક્તિએ ક્યારેય વિચાર્યું પણ હોતું નથી. અત્યારે એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો પણ પોતાનું રીએક્શન આપી રહ્યા છે. આવો જાણીએ કે આ વીડિયોમાં શું નજરે પડી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં નજરે પડે છે કે એક વિદેશી છોકરી એક દીવાલ પર કાગળ ચોંટાડે છે. કાગળ પર જ્યારે ફોકસ થાય છે તો તેના પર એક મેસેજ લખેલો નજરે પડે છે. એ કાગળ પર છોકરીએ લખેલું હોય છે કે, 'Looking for an Indian Husband'. તેનો અર્થ તે પોતાના માટે એક ભારતીય પતિ શોધી રહી છે. પેપર પર તેની પોતાની ID પણ લખેલી છે અને સાથે જ મેસેજ કરવા માટે લખવામાં આવ્યું છે. વીડિયો સોશિયલ મેડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર dijidol નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખવા સુધી વીડિયોને 1 લાખ 63 હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, 'ફોલોઅર્સ વધારાવ માટે સારી સ્ટ્રેટેજી છે. બીજા યુઝરે લખ્યું કલે, હું એક વિદેશી પત્ની શોધી રહ્યો છું. ત્રીજા યુઝરે લખ્યું કે, આ આજકાલ ટ્રેન્ડ બની ગયું છે. એક યુઝરે લખ્યું કે, 'બતાવો પોતાની CV કયા મોકલું? તો એક યુઝરે લખ્યું હું તૈયાર છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp