એક સમયે હતી પોપ્યુલર પોર્ન સ્ટાર, હવે બની ગઈ સ્ટાર ધર્મ પ્રચારક, વાંચો સ્ટોરી

PC: brightcove.com

અમેરિકાની એક પૂર્વ પોર્ન સ્ટાર હવે ધર્મ પ્રચારક બની ગઈ છે અને હવે તે અન્ય મહિલાઓને આ ફીલ્ડથી દૂર રહેવાની સલાહ આપે છે. તેમજ એક પોર્ન સ્ટારે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ આ ફીલ્ડ સાથે સંકળાયેલા જોખમોને લઈને પણ એલર્ટ કરી છે. પૂર્વ પોર્ન સ્ટારનુ કહેવુ છે કે, આર્થિક તંગી અને જલદી ધનવાન બનવાની લાલચમાં તે આ ફીલ્ડમાં આવી ગઈ હતી. પરંતુ, હવે તેને એ વાતનો પસ્તાવો થાય છે. મહિલાએ એમ પણ જણાવ્યુ હતુ કે, કઈ રીતે દાદીની સલાહે તેની લાઈફ બદલી નાંખી અને તેણે આ ફીલ્ડ છોડી દીધું.

અમેરિકાના સેન ડિયાગોમાં રહેતી 31 વર્ષીય બ્રિટની ડી લા મોરા અને તેનો હસબન્ડ રિચર્ડ ધર્મ પ્રચારક છે અને તેઓ એક ચર્ચમાં ધાર્મિક ઉપદેશ પણ આપે છે. 6 વર્ષ પહેલા સુધી બ્રિટની એક સક્સેસફુલ પોર્ન સ્ટાર હતી, જેણે જેના પ્રેસ્લેના નામથી 300 કરતા વધુ પોર્ન વીડિયોઝમાં કામ કર્યુ હતુ અને જે દર મહિને 30 હજાર ડૉલર (આશરે 21 લાખ રૂપિયા) કમાઈ લેતી હતી. પરંતુ, ધર્મ પ્રચારક બનવા માટે તેણે આ ઈન્ડસ્ટ્રી છોડી દીધી.

તે જ્યારે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી ત્યારે એકવાર ડિરેક્ટરે બ્રિટનીને વજન ઓછું કરવા માટે કહ્યુ હતુ, તો તેણે ખાવાનું એકદમ બંધ કરી દીધુ, જેને કારણે તેને એનોરેક્સિયા નામની બીમારી થઈ ગઈ. ત્યારબાદ તેણે હેરોઈન અને કોકેઈનનો નશો કરવાનું શરૂ કરી દીધુ હતુ. ત્યારબાદ બ્રિટનીને એક મોટી યૌન બીમારી થઈ હતી, ત્યારે તેની દાદીએ તેને ચર્ચ જવાની સલાહ આપી હતી. અહીંથી તેનું જીવન બદલાઈ ગયુ. તેના પર એવી અસર થઈ કે 2012માં તેણે પોર્ન ઈન્ડસ્ટ્રી જ છોડી દીધી.

બ્રિટનીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, આ ફીલ્ડમાં ઘણી બધી તકલીફો છે, જે પૈસાની ચમકમાં તે દેખાતી નથી. તેણે જણાવ્યુ હતુ કે, જો તમે ભવિષ્ય વિશે વિચારો તો ખ્યાલ આવશે કે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં જતા પહેલા એ યાદ રાખવુ જોઈએ કે તમે જે કરી રહ્યા છો, તે જીવનભર ઈન્ટરનેટ પર રહેશે. તમે એકવાર પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરો તો તે જીવનભર તમારો પીછો નહીં છોડશે અને તે જીવનભર તમને હેરાન કરશે.

તેણે વધુમાં જણાવ્યુ હતુ કે, હવે તેને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે જ્યારે તેના બાળકો થશે અને તેની અગાઉના કરિયરના ફુટેજ જોશે તો તેમના પર કેવી અસર પડશે. આ કારણોથી તે અન્ય મહિલાઓને પણ આ અંગે એલર્ટ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp