પંક્ચરની દુકાન પર કરતો હતો કામ, મિત્રોએ ભરી ફી, બની ગયો IAS

PC: yourstory.com

આજે દેશ ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી રહ્યો છે. મિત્રો આપણા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો હોય છે. એવામાં આજે અમે તમને એક એવા IAS વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના મિત્રોએ મુશ્કેલ સમયમાં તેની ફી ભરી હતી. આજે તે જે મુકામ પર છે, તેમાં તેના મિત્રોનો પણ હાથ છે. અમે વાત કરી રહ્યા છીએ IAS ઓફિસર વરૂણ બરનવાલની, જે ક્યારેક સાયકલ પંક્ચરની દુકાનમાં કામ કરતો હતો. વરૂણ મહારાષ્ટ્રના એક નાનકડા શહેર બોઈસરનો રહેવાસી છે, જેણે 2013માં યોજાયેલી UPSCની પરીક્ષામાં 32મું સ્થાન હાંસલ કર્યું હતું.

વરૂણની ઘરની પરિસ્થિતિ એટલી સારી નહોતી, તેના ઘરમાં હંમેશાં પૈસાની ખેંચ રહેતી હતી. તેના પિતા સાયકલમાં પંક્ચર બનાવવાનું કામ કરતા હતા. જ્યારે તેનો 10માં ધોરણનો અભ્યાસ પૂર્ણ થયો તો તેણે મન બનાવી લીધુ કે હું સાયકલની દુકાનમાં કામ કરીશ. કારણ કે આગળ ભણવા માટે પૈસા ભેગા કરવા મુશ્કેલ હતા. વરૂણે 2006માં 10માં ધોરણની પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ દિવસ બાદ પિતાનું નિધન થઈ ગયું. 10માં ધોરણમાં તેણે ટોપ કર્યું હતું. ત્યારબાદ માતાએ કહ્યું કે, તું અભ્યાસ કર અમે કામ કરીશું.

વરૂણ માટે 10માં તેમજ 12માં ધોરણનો સમય ખૂબજ મુશ્કેલીઓભર્યો રહ્યો હતો. જણાવી દઈએ કે, 10માં ધોરણમાં એડમિશન માટે વરૂણના ઘરની પાસે એક જ સારી સ્કૂલ હતી. પરંતુ તેમાં એડમિશન લેવા માટે 10 હજાર રૂપિયા ડોનેશનની જરૂર હતી. ત્યારબાદ મેં મમ્મીને કહ્યું કે, રહેવા દો પૈસા નથી. હું 1 વર્ષ રાહ જોઈ લઈશ. આવતા વર્ષે એડમિશન લઈ લઈશ. ત્યારબાદ એ ડૉક્ટરે મારી ફી ભરી જે મારા પિતાની સારવાર કરી રહ્યા હતા. વરૂણે જણાવ્યું કે, મેં ક્યારેય 1 રૂપિયો પણ મારા અભ્યાસ માટે ખર્ચ નથી કર્યો. મારા મિત્રોએ અને તેમના માતા-પિતાએ મારી કોલેજની ફી ભરી છે, જેમનો હું ખૂબ આભારી છું અને જીવનભર તેમનો આભારી રહીશ.

વરૂણ IAS ઓફિસર બનવા માગતો હતો. ત્યારબાદ તેણે UPSCનું ફોર્મ ભર્યું. તેની પાસે પ્રીલિમ્સની તૈયારી કરવા માટે માત્ર ચાર મહિના હતા. ત્યારબાદ તેની મદદ તેના ભાઈએ કરી. જ્યારે UPSC પ્રીલિમ્સનું રીઝલ્ટ આવ્યું તો તેમાં વરૂણનો 32મો રેન્ક હતો. વરૂણ આજે સફળ છે, પરંતુ મિત્રોની મદદ વિના તેના માટે આ સફળતા અસંભવ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp