હરિદ્વારમાં ગંગા કિનારે Reel બનાવી હોશિયારી કરતી યુવતીની જુઓ શું હાલત થઈ

PC: https://hindi.news24online.com/

ઉત્તરાખંડના હરીદ્વારમાં રીલ બનાવવાના ચક્કરમાં એક યુવતી ગંગામાં તણાતા-તણાતા બચી ગઈ. પગ લપસવાથી ગંગામાં પહોંચી ગઈ હતી. ઘાટના કિનારે લાગેલા લોખંડના થાંભલાને પકડી લેવાથી તેનો જીવ બચી ગયો. હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે ખૂબ વાયરલ.

યુવાનોમાં રીલ બનાવવાનો ક્રેજ સતત વધતો જાય છે. એમાં પણ લાઇક, કમેન્ટ અને શેર મેળવવા માટે યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકી રીલ બનાવતા હોય છે. આવો જ એક ભયાનક વિડીયો ધર્મનગરી હરિદ્વારમાં રીલ બનાવતી યુવતીનો વાયરલ થયો છે. જેમાં તે હરીદ્વારમાં વિષ્ણુ ઘાટ પાસે ગંગા કિનારે શિવલિંગ સાથે રીલ બનાવી રહી હતી. ત્યારે જ તેનો પગ લપસ્યો અને તે ગંગામાં તણાવા લાગી. પરંતુ હેમખેમ કરી તેણે ઘાટના કિનારે લાગેલ લોખંડના થાંભલાને પકડી લીધો, જેના કારણે તેનો જીવ બચી ગયો.

ઇસ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર લાઇક અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં લોકો જીવના જોખમે વિડીયો અને રીલ બનાવતા હોય છે. હરિદ્વારના વિષ્ણુઘાટ પર એક યુવતી તેના મિત્રો સાથે રીલ બનાવી રહી હતી, ત્યારે જ તેનો પગ લપસ્યો અને સીધી ગંગામાં તણાવા લાગી. ગમેતેમ કરી તેને ગંગાકિનારે લાગેલ થાંભલો પડકી લીધો, જેથી તેનો જીવ બચી ગયો. યુવતીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેના પર લોકો કમેન્ટ કરી પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ભગવાને યોગ્ય સજા આપી છે તો અન્ય એક યુઝરે કહ્યું કે છોકરીનું રીલ બનાવવાનું ભગવાનને પસંદ આવ્યું નહીં.

જો કે હરિદ્વારના ઘાટો પર મર્યાદામાં રહીં રીલ બનાવવાની અપીલ કરવામાં આવે છે. પણ તેની અસર લોકો પર જોવા મળતી નથી. ક્યારેક ગંગા ઘાટ પર બીયર પીતા હોય તેવો વિડીયો વાયરલ થાય તો ક્યારેક અશ્લીલ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે. ધર્મનગરી હરીદ્વારમાં શ્રીગંગા સભા દ્વારા સતત વિડીયો નહીં બનાવવાની અપીલ કરવામાં આવે છે. પણ લોકો તેની આદત છોડતા નથી. ઘણી વખત વિડીયો બનાવવાને લઇ કેસ પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો છે.       

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp