40,815 હીરા જડેલા આ સોનાના ટોયલેટ સીટની કિંમત જાણી ચોંકી જશો

PC: twimg.com

ચીનમાં એક એવી ટોયલેટ સીટનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેની કિંમત અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ જાણી તમારા હોંશ ઉડી જશે. હાલમાં ચીનમાં એક એક્સપો ચાલી રહ્યું છે. જેમાં વિભિન્ન પ્રકારની વસતુઓને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આમાં હોંગકોંગ જ્વેલરી કંપની કોરોનેટ તરફથી કિંમતી ટોયલેટ સીટનું પ્રદર્શન કરવામાં આવ્યું.

9.23 કરોડ રૂપિયાની કિંમતઃ

આ ટોયલેટ સીટને ખરા સોનાથી બનાવવામાં આવ્યું છે. સાથે જ તેમાં 40,815 નાના હીરો પણ જડવામાં આવ્યા છે. આ હીરા ટોયલેટ સીટમાં બૂલેટપ્રૂફ કાચની અંદર જડવામાં આવ્યા છે. લોકો આ જોઈને હેરાનીમાં મૂકાયા હતા. કંપની અનુસાર આ ટોયલેટ સીટ ઘણી કિંમતી છે. જેની કિંમત 13 લાખ અમેરિકન ડૉલર છે. એટલે કે લગભગ 9.23 કરોડ રૂપિયા છે.

ગિટાર પણ બનાવ્યુઃ

આ જ કંપનીએ કિંમતી ગિટાર પણ બનાવ્યું છે. જેને 400 કેરેટ હીરા અને વ્હાઈટ ગોલ્ડથી બનાવ્યો છે. જેની કિંમત 20 લાખ અમેરિકન ડૉલર છે. જે લગભગ 14.20 કરોડ રૂપિયા છે.

કંપની આ કિંમતી વસ્તુઓને વેચવાની નથી. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થવાના પ્રયાસ માટે આ વસ્તુઓ બનાવવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ટોયલેટ સીટ પર અન્ય ટોયલેટ કરતા વધારે હીરા જડેલા છે. કંપની પાસે પહેલેથી જ મોબાઈલ, સનગ્લાસ, ઘડિયાળ, મોબાઈલ કેસ અને હેન્ડબેગમાં હીરા જડેલ વસ્તુઓનો રેકોર્ડ પહેલાથી જ છે. કંપનીએ આ બધી વસ્તુઓને વેચવાની કોઈ યોજના બનાવી નથી. બલ્કે તેનું મ્યૂઝિમય બનાવી તેને પ્રદર્શનમાં મૂકવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp