કેટલું કમાઈ લો છો? પાણીપુરીવાળાનો જવાબ સાંભળીને રહી જશો દંગ

PC: aajtak.in

પાણીપુરીનું નામ સાંભળતાની સાથે જ ભારતીયોના મોઢામાં પાણી આવવા લાગે. પરંતુ તમારામાંથી ઘણા લોકોને લાગતું હશે કે પાણીપુરી વેચવાનું ખૂબ સરળ કામ છે, જ્યારે આ વાતથી કોઈ પણ ઇનકાર નહીં કરી શકે કે મહિલાઓ સહિત મોટા ભાગના લોકોને પાણીપુરી ખાવાનું ખૂબ સારું લાગે છે. જો તમને લાગે છે કે પાણીપુરી વેચાવી એ ફાયદાનો બિઝનેસ છે, તો તમે ખોટા છો. એક પાણીપુરી વેચવાવાળાએ પોતાની કમાણી લોકોને બતાવી છે.

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે વીડિયો શેર કર્યો છે, જેમાં તે પાણીપુરી વેચતા એક વ્યક્તિને પૂછે છે કે તમે એક દિવસમાં કેટલી કમાણી કરી લો છો? તેના જવાબમાં તે કહે છે કે તેની રોજની કમાણી 2,500 રૂપિયાની થઈ જાય છે. આ વીડિયોને 15 લાખ કરતા વધુ લોકોએ જોયો છે. જો કે, પાણીપુરીવાળાએ પોતાનું નામ ન જણાવ્યું. વીડિયો પર કમેન્ટ કરતા એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે, તેઓ ખૂબ મહેનત કરે છે. તેમને દરેક વસ્તુ પોતે તૈયાર કરવી પડે છે અને આખો દિવસ ઊભા રહીને સર્વ કરે છે. એ સમજવા જેવી વાત છે.

 
 
 
View this post on Instagram

A post shared by Vijay (@vijay_vox_)

એક અન્ય યુઝરે લખ્યું કે, આ પ્રકારનું કામ કરવું ખૂબ મુશ્કેલ છે. કેટલીક વખત ખૂબ ગરમી હોય છે અને કેટલીક વખત ઠંડી હવા ચાલી રહી હોય છે કે વરસાદ પડતો હોય છે. કેટલીક વખત ચોર જ પૈસા લઈને ભાગી જાય છે. કોઈ ઇમારતની અંદર કામ કરવાનું ખૂબ સરળ છે. ત્રીજા એક યુઝરે લખ્યું કે, એ ખૂબ ખોટું છે. જો કોઈ આ વીડિયોને જોઈને તેને લૂંટી લે તો? તમારે ઓછામાં ઓછો તેનો ચહેરો બ્લર તો કરવો જોઈતો હતો. તે ખૂબ મહેનત કરે છે અને તમે આ પ્રકારે તેની ઓળખ બતાવીને તેને જોખમમાં નાખી રહ્યા છો.

જો કે, ઘણા લોકોએ પાણીપુરીવાળાની મહિનાની કમાણી જાણીને ખુશી પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કદાચ એ કુલ ખર્ચ અને બચતમાં કન્ફ્યૂઝ થઈ ગયો છે. ઘણા લોકોએ પાણીપુરીવાળાની મહિના અને વર્ષની કમાણીનો હિસાબ લગાવી નાખ્યો. તેમણે કહ્યું કે, જો તે દિવસનો 2,500 રૂપિયા કમાય છે તો મહિનાના 75 હજાર રૂપિયા થઈ ગયા. તો કેટલાક લોકોએ કહ્યું કે, તેને ટેક્સ અને દુકાનનું ભાડું આપવું પડતું નથી એટલે પણ સારી એવી કમાણી થઈ જતી હશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp