ગૂગલ મેપમાં ન દેખાયું બ્રિજ પર ચઢવું કે નહીં, ફરિયાદ કરી તો ગૂગલે આપ્યો જવાબ

PC: dnaindia.com

આજના આધુનિક ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આજે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં દરેક કંપની પોતાનો પ્રચાર કરે છે. સોશિયલ મીડિયા એક એવું સાધન બની ગયું છે જ્યાં એક સામાન્ય માણસ પણ પોતાનું વાતો દિલ ખોલીને દુનિયા સમક્ષ મૂકી શકે છે અને આ માટે તેને વધુ મહેનત પણ કરવી પડતી નથી. ત્યારે હવે આ ડિજિટલ યુગમાં રસ્તાઓની જાણકારી પણ માણસ આંગળીના ટેરવે મેળવી શકે છે. એક સમય હતો કે જ્યારે આપણે રસ્તા પર ચા કે પનવારી વાળાઓને રસ્તો પૂછવો પડતો હતો, અને તેઓ પણ  મૂંઝવણભર્યો રસ્તો બતાવતા હતા. પરંતુ હવે સમય બદલાય ચૂક્યો છે અને મોબાઈલથી જ તમામ રસ્તાઓ સરળતાથી જાણી શકાય છે. ગૂગલ મેપ્સે બધુ કામ સરળ કરી દીધું છે. બસ સરનામું દાખલ કરો એટલે ગૂગલ મેપ તમને પૂરેપૂરો રસ્તો બતાવી દેશે. પરંતુ ઘણીવાર ગૂગલ મેપ્સ પણ ખોટો રસ્તો પકડી લેવાના કારણે લાંબો રસ્તો બતાવી દે છે. ટ્વિટર પર આવા ઘણા મીમ્સ અને જોક્સ પણ સામે આવી ચૂક્યા છે. હવે ત્રણ વર્ષ જૂનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, જે ટ્વિટમાં એક યુઝરે ગૂગલને ટ્વીટ કર્યું હતું અને ગૂગલે શાયરાના અંદાજમાં જવાબ આપ્યો હતો.

ગુગલ મેપ પર ગુસ્સે થયેલી વ્યક્તિ ગુગલને કરી ફરિયાદ

હાલમાં જ એક ભારતીય કોમેડિયને ખોટા ગૂગલ મેપનો મુદ્દો ઉઠાવ્યો અને 2019માં ટ્વિટ કર્યું હતું, જે હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન કાર્તિક અરોડાએ પોતાના સત્તાવાર ટ્વિટર પર પોતાની ફરિયાદ ગૂગલ સાથે શેર કરી છે.

તેણે લખ્યું, ‘ડિયર ગૂગલ... આટલા સરસ મેપ બનાવ્યા, નાનુ એવું એક ફીચર બીજું નાખવામાં આવ્યું હોત અથવા  સ્પષ્ટપણે કહ્યું હોત કે, ફ્લાયર ઓવર ઉપર ચઢવાનું છે અથવા નીચેથી જવાનું છે. 5 ઇંચની સ્ક્રીન પર અડધો મિલીમીટર ડેફ્લેક્શનથી જોનાર માણસ ? તમારો પોતાનો' 2 કિલોમીટરથી યુ ટર્ન લઇ રહેલો માણસ.’

ગૂગલે શાયરાના અંદાજમાં આપ્યો જવાબ

કોઈપણ ફરિયાદને ગૂગલ હળવાશથી નથી લેતું. દરેક ટ્વીટનો જવાબ જરૂરથી આપે છે. ગૂગલે આ ટ્વીટનો શાયરાના અંદાજમાં જવાબ આપતાં લખ્યું, ‘આભાર માનીએ છે તમારા જેવા યુઝર્સનો, જે અમને સાચો રસ્તો બતાવે છે. બહેતર બનાવતા જવાનો આ સફર અટકશે નહીં, મારા હમસફર.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp