રેન્જર સાથેની સેલ્ફીમાં ગોરિલ્લાએ કર્યું પાઉટ, ફોટો વાયરલ, જુઓ Photos

PC: dailymail.co.uk

31 જુલાઇના રોજ વિશ્વભરમાં વર્લ્ડ રેન્જર ડેની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી પાછળનું કારણ એ છે કે, આ રેન્જર્સ પ્રકૃતિ અને જેના જીવોની રક્ષા કરવામાં ક્યાં તો ઈજાગ્રસ્ત થાય છે અથવા તો તેમને મારી નાખવામાં આવે છે. તેમની આ ફરજની ઉજવણી કરવા માટે વર્લ્ડ રેન્જર ડે 31 જુલાઇના રોજ ઉજવાઇ છે. રેન્જર એ વ્યક્તિ છે, જે સંરક્ષિત જંગલો અને તેની સરહદોની રક્ષા કરે છે. જ્યારે અમુક રેન્જરોએ આ જંગલોના વાતાવરણનો સામનો કરવો પડતો હોય છે તો તેની સાથે ત્યાંના પૂર, આગ, બીમારી કે ખતરનાક જાનવરોનો પણ સામનો કરવો પડતો હોય છે. જ્યારે અમુક રેન્જરોએ શિકારીઓ સામે પણ લડવું પડતું હોય છે. જેઓ સંરક્ષિત જંગલોમાં પ્રાણીઓના શિકાર કરવા આવતા હોય છે.

વર્લ્ડ રેન્જર ડેના દિવસે ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ(IFS) ઓફિસર પરવીન કાસવાને ટ્વીટર પર એક તસવીર શેર કરી હતી. જેમાં બે ગોરિલ્લાઓ બે રેન્જર સાથે સેલ્ફી પડાવી રહ્યા છે. આ જૂનો ફોટો વિરુંગા નેશનલ પાર્કમાં ક્લિક કરવામાં આવ્યો હતો. આ નેશનલ પાર્ક ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગોમાં સ્થિત છે. ઓફિસરે ટ્વીટ કરી લખ્યું, ફરી શેર કરી રહ્યો છે, સેલ્ફી ઓફ ધ સેન્ચ્યુરી. રેન્જર અને તેના મિત્રો. જેઓ વિરુંગા નેશનલ પાર્કમાં છે.

તેઓ Ndakasi અને Ndeze છે. બંને માદા ગોરિલ્લા છે. બંને અનાથ છે અને Senkwekwe સેન્ટરમાં મોટા થયા છે. માટે તેમણે તેમના કેર ટેકર(બે રેન્જર્સ) માથેઉ અને પેટ્રિક સાથે સ્પેશ્યિલ પોઝ આપવાનું નક્કી કર્યું. આ સેન્ટર ખાસ કરીને અનાથ માઉન્ટેઇન ગોરિલ્લા માટે બનાવવામાં આવ્યું છે. હાલમાં જ ઘણાં રેન્જર્સોને અહીં મારી નાખવામાં આવ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે. જેને અત્યાર સુધીમાં 2100થી વધારે લાઇક્સ મળી ગઇ છે. યૂઝરો ગોરિલ્લાના પોઝથી ઘણાં ઈમ્પ્રેસ થયા છે.

એક યૂઝરે લખ્યું, કેવો સ્વેગ છે. ખૂબ જ સુંદર તસવીર છે. આ તસવીર દેખાડે છે કે, આપણે જેવું વિચારીએ છીએ તેના કરતા ગોરિલ્લા કેટલા વિકસિત થઇ ગયા છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, આ તસવીર દેખાડે છે કે માનવી અને પ્રાણી વચ્ચેનો બોન્ડ અનબ્રેકેબલ છે. તેને કોઇ તોડી શકે નહીં.

તો અન્ય એક યૂઝરે લખ્યું, પહેલો જે ગોરિલ્લા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે તેણે ખિસ્સામાં હાથ નાખ્યા છે અને બીજો ગોરિલ્લા પાઉટ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp