લો બોલો! લગ્નમાં ઘોડાને બદલે એન્જિનિયર JCB લઇને દુલ્હનને લેવા પહોંચ્યો

PC: newstracklive.com

ભારતીયો લગ્નને યાદગાર બનાવવાં માટે ઘણું બધું કરી નાખે છે અને આ દરમિયાન ઘણાં પૈસા પણ ખર્ચી નાખે છે. છત્તીસગઢના કસડોલમાં એક યુવકે પોતાની દુલ્હનને પરણવા માટે ઘોડાની ઉપર નહીં પરંતુ JCB મશીન લઇને પહોંચી ગયો હતો. આ પ્રકારના લગ્નના કિસ્સા સામાન્ય રીતે સાંભળવા નથી મળતા પરંતુ વ્યવસાયે એન્જિનિયર અમીશકુમારે આ પ્રકારે પોતાની જાન કાઢતાં લોકો આશ્ચર્યચકિત થયા હતા. ઉલ્લેખનીય છે અમીશ કુમાર ડહરિયા કસડોલ ગામના એકમાત્ર એન્જિનયર છે. અમીશે JCB ના ફ્રન્ટ લોડર પર પોતાની ડિગ્રી પણ લગાવી હતી.

આ વિષયે તેમણે કહ્યું કે, મેં પહેલા મારા નિર્ણય વિશે પરિવારને જાણ કી હતી, પરંતુ તેઓ આના માટે તૈયાર ન થયાં તો હું પણ જીદ કરવા લાગ્યો. અંતમાં પરિવાર માની ગયું. અમીશ કુમારના પિતા કસડોલના આશ્રમ શાળામાં મુખ્ય શિક્ષક છે.

આ લગ્નની ખાસ વાત એ રહી કે અમીશે પોતાના લગ્નમાં દહેજ લીધું ન હતુ. બધી વિધિઓ પૂરી થાય તે માટે અમીશના ઘરના લોકોએ છોકરીવાળાઓને ભેટ કરી હતી. છોકરી બેંકમાં આસિ. મેનેજરના પોસ્ટ પર છે.

ઉલ્લેખનીય છે કે આજકાલ ઘોડા પર બેસીને દુલ્હનને લેવા જવાની પરંપરા બાજુ પર રાખીને યુવાનો પોતાના લગ્નને યાદગાર કરવા માટે આ પ્રકારની અલગ વસ્તુઓ કરતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp