સૌથી લાંબો ફોન કોલ જેણે બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ, ગિનીઝ બૂકમાં નોંધાયુ ડ્યૂરેશન
આજના સમયમાં જો કોઈ પાસે પણ સૌથી મહત્ત્વના ઇલેક્ટ્રિક ગેઝેટ્સની વાત કરીએ તો સૌથી પહેલું નામ મોબાઈલ ફોનનું જ આવશે. આજે મોબાઈલ ફોન લોકોની જિંદગીમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. ટેક્નોલોજીના સમયમાં મોબાઈલ ફોન આજે માત્ર કોલિંગ અને મેસેજિંગ સુધી જ સીમિત રહ્યો નથી, પરંતુ તેનાથી શોપિંગ, બેન્કિંગ, પેમેન્ટ, ટિકિટ બુકિંગ જેવા ઘણા જરૂરી કામ થવા લાગ્યા છે. હવે આ ગેઝેટ બાળકોથી લઈને વૃદ્ધો સુધીની જરૂરિયાત બની ચૂક્યુ છે.
મોબાઈલ ફોન કેટલો ઉપયોગ બની ચૂક્યો છે, તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેના વિના થોડા કલાક વિતાવવા પણ મુશ્કેલ થઈ ગયું છે. મોબાઈલ ફોનનો આજે પણ સૌથી વધુ ઉપયોગ કોલિંગ માટે જ કરવામાં આવે છે. આજે અમે તમને મોબાઈલ ફોનના કોલિંગ સાથે જોડાયેલું એક એવું તથ્ય બતાવવા જઇ રહ્યા છીએ, જેની બાબતે કદાચ તમને જાણકારી નહીં હોય. આપણે લોકો મોબાઈલ ફોનથી આખો દિવસ ઘણી વખત કોલ કરીએ છીએ. થોડા કૉલ્સમાં જ કલાકોનો સમય વીતી જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાનું સૌથી લાંબુ કોલ ડ્યૂરેશન શું હશે. આવો તમને તેની બાબતે જણાવીએ.
ઉલ્લેખનીય છે કે, મોબાઈલ ફોનના માધ્યમથી અત્યાર સુધી સૌથી મોડે સુધી ચાલતા ફોન કૉલનો રેકોર્ડ 2012માં બન્યો હતો. આ લાંબા ફોન કૉલનો રેકોર્ડ હાર્વર્ડ યુનિવર્સિટીના Eric R. Brewster અને Avery A. Leonardએ બનાવ્યો હતો. બંને લોકોએ એક કૉલમાં લગભગ 46 કલાક 12 મિનિટ 52 સેકન્ડનો સમય વિતાવ્યો હતો. આ એક ઇન્ડિવિઝ્યુઅલ કોલ હતો. આ કોલ માટે એક નિયમ પણ બનાવવામાં આવ્યો હતો. બંને વ્યક્તિઓને 10 સેકન્ડથી વધુ સમય સુધી ચૂપ રહેવા પર રોક લગાવી હતી.
ફોન કોલના સમય બંનેને કોઈ પ્રકારની મેન્ટલ પરેશાની ન થાય તેના માટે દરેક કલાકમાં 5 મિનિટનો બ્રેક આપવામાં આવ્યો હતો. Eric R. Brewster અને Avery A. Leonard વચ્ચે આ ફોન કોલ એક ચિટ ચેટ શૉમાં કનેક્ટ કરાવવામાં આવ્યો હતો. આ અગાઉ વર્ષ 2009માં પણ સૌથી લાંબા કૉલનો રેકોર્ડ બન્યો હતો, જે સુનિલ પ્રભાકરને બનાવ્યો હતો. આ કૉલમ તે અલગ અલગ લોકો સાથે કનેક્ટ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp