સ્ટ્રેચર નહોતું, પણ પોલીસકર્મીએ કર્યું એવું કામ કે તમે પણ કહેશો વાહ

PC: patrika.com

SO GRP સોનુ કુમારે શુક્રવારે મથુરાની એક કોર્ટમાં હાજર થવાનું હતું, તે જેવા મથુરા કેન્ટ સ્ટેશન પર ઉતર્યા, તેમને પ્રસવ પીડા સામે ઝૂઝતી એક ગર્ભવતી મહિલા દેખાઈ, જે હોસ્પિટલ જવા માટે કોઈ સાધન શોધી રહી હતી. તેઓ તરત જ તે મહિલા પાસે પહોંચ્યા. તેમણે પહેલા એમ્બ્યુલન્સ બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ન મળતાં તેમણે તે મહિલાને ખભા પર ઉંચકી લીધી અને જાતે જ હોસ્પિટલ તરફ જવા માંડ્યા. મહિલાએ બાદમાં એક બાળકને જન્મ આપ્યો અને તે બંનેની સ્થિતિ સ્થિર છે. તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાઇરલ થઈ ગઈ અને લોકો તેમની પ્રશંસા કરી રહ્યાં છે.

તે મહિલાનું નામ ભાવના છે અન તે ફરીદાબાદની વતની છે. શુક્રવારે પોતાનાં પતિ મહેશ સાથે તે હાથરસથી ફરીદાબાદ જઈ રહી હતી ત્યારે અચાનક તેને પ્રસવ પીડા શરૂ થઈ હતી. તેમણે ત્યાંથી પસાર થતા લોકો પાસે મદદ માંગી, પરંતુ કોઈએ મદદ ના કરી. એવામાં સોનુ કુમાર ત્યાં આવી ગયા અને તેમણે ઓટો રિક્શાની વ્યવસ્થા કરી અમને હોસ્પિટલ પહોંચાડ્યા. પરંતુ ત્યાં ડોક્ટરોએ કહ્યું કે તેમને મહિલા હોસ્પિટલ લઈ જવી પડશે, જે આશરે 100 મીટર દૂર હતી. આથી, એસઓજી સોનુ કુમારે જરા પણ સમય બગાડ્યા વિના તરત જ તે મહિલાને ખભા પર ઉંચકીને હોસ્પિટલ પહોંચાડી દીધી. જ્યાં તેણે એક દીકરાને જન્મ આપ્યો.

આ અંગે એસઓજી સોનુ રાજૌરાએ કહ્યું હતું કે, તે મારી ડ્યૂટી છે કે હું જરૂરિયાતમંદ લોકોની મદદ કરું. મે 108 અને 102 પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહોતી. એ લોકો મથુરામાં નવા હતા અને તેમને મથુરા અંગે કોઈ જ જાણકારી નહોતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp