કેન્સરથી પીડિત ભાઈની મદદ કરતી નાની બહેનનો ફોટો વાયરલ

PC: indianexpress.com

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે. આ ફોટામાં એક નાની બહેન તેના કેન્સર પીડિત ભાઈને સહારો આપી રહી છે. આ ફોટાને બાળકોની માતાએ ફેસબુક અકાઉન્ટ પર શેર કરેલો. આ ફોટાને લગભગ 40 હજાર લોકોએ શેર કર્યો છે. તો હજારોની સંખ્યામાં લોકો કમેન્ટ કરી રહ્યા છે. પોસ્ટમાં માતાએ કહ્યું, તમે અંદાજો પણ ન લગાડી શકશો કે જે ઘરમાં કોઈ માસૂમ બાળકને કેન્સર હોય તો તેમનો પરિવાર કેવા હાલતોમાંથી પસાર થઈ રહ્યો છે. 

કેન્સરથી પીડિત બાળકનું નામ બેકેટ સ્ટ્રાંગ છે. બેકેટ ગયા વર્ષે ખતરનાક ગણાતા pre-B acute lymphoblastic leukemia ડાયગનોઝ થયો હતો.

બેટેકની માતા કેટલીને તેના ફેસબુક પોસ્ટમાં લ્ખયું, બેકેટની બહેનને તો એ પણ નથી ખબર કે તેના ભાઈને કેટલી ખતરનાક બીમારી છે. તે એની સેવામાં લાગેલી હોય છે.

અમારી દીકરીને બસ એટલું જ ખબર છે તે તેનો ભાઈ બીમાર છે. તે પોતાના ભાઈની સંભાળમાં લાગેલી હોય છે.

બેટેકને 4 વર્ષની ઉમરમાં આ ખતરનાક કેન્સર થયો હતો.

સોશિયલ મીડિયા દ્વારા બેટેકનો પરિવાર સારવાર માટે ફંડ એકત્રિત કરી રહ્યા છે.

લોકો આ બાળકની સારા થવાની પ્રાર્થના કરી રહ્યા છે અને સાથે જ પરિવારને હિમ્મત પણ આપી રહ્યા છે.

કેન્સર સામે લડી રહેલા બેકેટ સ્ટ્રોંગની માતા કેટલીનની ફેસબુક પોસ્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp