પૂરમાં કાર-બાઇક વહી જાય તો શું મળશે પૂરો વીમો? જાણો ક્લેમના નિયમ

PC: curlytales.com

દેશના ઘણા રાજ્યોમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર હોય કે ગુજરાત બધા રાજ્ય મુશળધાર વરસાદના કારણે નિરાધાર નજરે પડી રહ્યા છે. ગુજરાતમાં પૂર જેવી હાલતે સ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. ઘણા લોકોના ઘર બેટમાં ફેરવાઇ ગયા છે તો ક્યાંક પૂરમાં કાર-બાઇક વહેતી નજરે પડી રહી છે. આ કુદરતી આફતના કારણે જાન-માલનું નુકસાન પણ જોવા મળે છે, તો વાહનો ક્ષતિગ્રસ્ત થવાની ઘટનાઓ વધુ બને છે. એવામાં એ જાણવું જરૂરી છે કે જો તમારી કાર પણ મુશળધાર વરસાદમાં વહી ગઈ છે કે પછી વરસાદના પાણીમાં ફસાઈને ખરાબ થઈ ગઈ છે તો શું આ નુકસાનીની ભરપાઈ ઈન્શ્યોરન્સ કંપની કરે છે?

ઈન્શ્યોરન્સ લેતી વખત આ સાવધાની રાખશો તો થશે ફાયદા

ભારે વરસાદના કારણે દેશના અલગ અલગ હિસ્સામાં પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા એવી તસવીરોથી ભરેલું પડ્યું છે, જેમાં પૂરના પાણીમાં લક્ઝરી અને મોંઘી ગાડીઓ વહેતી નજરે પડી રહી છે કે ક્યાંક તૂટેલા ઝાડ નીચે દબાયેલી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં કાર માલિક પોતાના નુકસાનની ભરપાઈ વીમા કંપની પાસે ત્યારે જ કરાવી શકો છો, જ્યારે મોટર ઈન્શ્યોરન્સ ખરીદતી વખત તેમણે કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખ્યું હોય. મોટર ઈન્શ્યોરન્સ ખરીદતી વખત માત્ર તેની ચોરી થવા કે કોઈ પાર્ટમાં ખરાબી કે તૂટી જવા બાબતે નહીં, પરંતુ પૂર કે વરસાદથી થનારા નુકસાન બાબતે પણ વિચારવું જરૂરી હોય છે.

જો તમે વીમો ખરીદતી વખત આ વાત પર ફોકસ રાખ્યું છે કે વરસાદ કે પૂર જેવી કુદરતી આફતથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે પણ ઉપયુક્ત છે કે નહીં. એટલે કે તમે એવો કાર વીમો ખરીદો, જેમાં ભારે એન્જિન કવર પણ સામેલ હોય. કુદરતી આફતથી ઍન્જિન સીઝ થવાને હાડ્રોસ્ટેટિક લોક કહેવામાં આવે છે. એ હેઠળના મામલામાં વીમા કંપનીઓ ક્લેમ આપતા બચે છે. એવામાં વીમો લેતી વખત આ કુરતી આફતમાં થનારા નુકસાનને કવર કરનારા વીમાને જરૂર પસંદ કરો.

શું હોય છે કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સ?

મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ, પૂર, વરસાદ, આંધી-તોફાન કે કોઈ અન્ય કુદરતી આફતથી થનાર નુકસાન ઓન ડેમેજ કવરમાં સામેલ હોય છે. એવામાં જ્યારે તમે કાર ઈન્શ્યોરન્સ લો છો, તો એવી વીમા પોલિસીની પસંદગી કરો, જેમાં એન્જિન સુરક્ષા એડ ઓનનું ઓપ્શન મળે. જો તમે પોતાના વાહન માટે કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સ લીધું છે તો તમે આંધી, ચક્રવાત, તોફાન અને બરફવર્ષા કે પછી પૂર જેવી કોઈ પણ કુદરતી આફતથી થનારા નુકસાન માટે વીમા કંપની પાસે ક્લેમ કરી શકો છો.

કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સમાં 2 કમ્પોનેન્ટ હોય છે. એક ઓન ડેમેજ અને બીજું થર્ડ પાર્ટી કવર. કુદરતી આફતોમાં વાહનોમાં થનારા નુકસાનની ભરપાઈ ઓન ડેમેજ કવરમાં આવે છે. તેના માટે વીમા કંપની તમારા નુકસાનની પૂરી ચૂકવણી કરે છે. સામાન્ય રીતે જોવા મળે છે કે વરસાદ કે પૂરના પાણીમાં ફસાયેલી ગાડીઓના એન્જિનથી લઈને બોડી સુધીને ભારે ડેમેજ થાય છે જે તેના માધ્યમથી કવર કરી શકાય છે. બજારમાં ઘણી એવી વીમા પોલિસી છે, જે આ પ્રકારના ડેમેજને કવર કરે છે. બસ વીમો લેતી વખત આંખ અને કાન ખુલ્લા રાખવાની જરૂર છે. છતા તમે સરળતાથી નુકસાનની ભરપાઈ કરી શકો છો.

આ પ્રકારે ક્લેમ કરો ઈન્શ્યોરન્સ:

પોતાના પોલિસી નંબરનો ઉપયોગ કરીને વીમા કંપનીના ટોલ ફ્રી નંબર પર ક્લેમ મારે રજીસ્ટર કરો.

કંપનીની વેબસાઇટથી ક્લેમ ફોર્મ ડાઉનલોડ કરીને તેને ભરો. બધા ડોક્યૂમેન્ટ જમા કરો અને ક્લેમ ફોર્મને સબમિટ કરો.

ક્લેમ એપ્લાઈ બાદ કંપની સર્વેયર કે વીડિયો સર્વેથી વાહનની તપાસ થશે. આ દરમિયાન બધા દસ્તાવેજ તમારી પાસે રાખો.

વાહનનો સર્વે પૂરો થયા બાદ સર્વેયર પોતાનો રિપોર્ટ ફાઇલ કરશે અને એમ કર્યા બાદ તમારું ઈન્શ્યોરન્સ ક્લેમ આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp