Gen Zના યુવાઓને નોકરી આપતા કેમ બચી રહી છે મોટી કંપનીઓ? સામે આવ્યું કારણ

PC: finance.yahoo.com

દુનિયાભરમાં ઘણી કંપનીઓ જનરેશન Zના કર્મચારીઓને કાઢી રહી છે. 1990ના દશકના અંત અને 2000ના દશકની શરૂઆતમાં જન્મેલા લોકોને જનરેશન Z કહેવામાં આવે છે. આમ જોવામાં આવે તો આ પેઢી ઈન્ટરનેટ સાથે મોટી થનારી પેઢી છે. આ યુવા અને જોશથી ભરપૂર છે, પરંતુ કંપનીઓ તેમને કામ આપતા ખચકાઈ રહી છે. જનરેશન Zને લઈને એક નવા સર્વેમાં બતાવવામાં આવ્યું છે કે દુનિયાભરમાં એક ચલણ વધી રહ્યું છે, જેમાં ઘણી મોટી કંપની જનરેશન Zના યુવાઓને કામ પર રાખતા બચી રહી છે અને ઘણા તેમને નોકરી આપ્યા બાદ થોડા જ મહિનામાં કાઢી દે છે.

કંપનીઓનું કહેવું છે કે તેઓ હાલમાં જ કૉલેજમાંથી નીકળેલા યુવાઓને કામ પર રાખતા ખચકાઈ રહ્યા છે કેમ કે તેમને કામ કરવાની રીતો, કમ્યુનિકેશન સ્કિલ્સ અને કામ પ્રત્યે તેમનો બેદરકારીપૂર્વ વ્યવહાર પસંદ આવી રહ્યો નથી. ઇન્ટેલિજેન્ટ ડોટ કોમ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, 10માંથી 6 રિક્રૂટર્સે કહ્યું કે, તેમણે આ વર્ષે ઘણા કૉલેજમાંથી પાસ થયેલા લોકોને નોકરીમાંથી કાઢ્યા છે, જ્યારે 7માંથી એક રિક્રૂટરે જણાવ્યું કે, તેઓ આગામી વર્ષે પોતાની કંપનીમાં નવા ગ્રેજ્યુએટને કામ પર રાખતા બચવા માગે છે.

આ સર્વેમાં લગભગ 1000 કંપનીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેના પરિણામ સૌથી પહેલા ‘ન્યૂઝવીક’ના રિપોર્ટેમાં આવ્યા હતા. રિપોર્ટમાં ઇન્ટેલિજેન્ટ ડોટ કોમન મુખ્ય શિક્ષણ અને કરિયર વિકાસ સલાહકાર હ્યુ ગુયેને કહ્યું કે, હાલમાં જ પાસ થયેલા યુવાનોને પહેલી વખત ઓફિસના કામકાજના માહોલમાં પોતાને ઢાળવામાં મુશ્કેલી થઈ શકે છે કેમ કે તે તેમની કૉલેજ લાઇફથી બિલકુલ અલગ છે. કંપનીઓના માલિક આ જનરેશનમાં જન્મેલા લોકોને કામ પર રાખવાને લઈને આનિશ્ચિત છે કેમ કે આ પેઢીના લોકો કાર્યસ્થળના વાતાવરણ, સાંસ્કૃતિક અને જવાબદારી માટે તૈયાર નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ યુવાઓ પાસે કૉલેજમાંથી મળેલું થોડું સૈદ્ધાંતિક જ્ઞાન હોય છે, પરંતુ આ લોકો પાસે સામાન્ય રીતે વ્યાવહારિક વાસ્તવિક દુનિયાના અનુભવ અને ઓફિસના વર્ક કલ્ચરમાં સામેલ થવા માટે જરૂરી સ્કિલ્સની કમી હોય છે. પોતાનાથી પહેલી પેઢીના સમકક્ષ વિરુદ્ધ જનરેશન Zના લોકો વચ્ચે આ સમસ્યાઓ ખૂબ જોવા મળે છે, જેમાં કામ પર ફોકસની કમી, આળસ અને કામ પ્રત્યે ગંભીરતાની કમી સામેલ છે અને આ બધું ડિજિટલ દુનિયામાં મોટા થવાના દુષ્પરિણામના કારણે છે.

યુવા કર્મચારિયો સોશિયલ મીડિયા પર ચાલતા પોલિટિકલ અને સોશિયલ કેમ્પેનથી ખૂબ જલદી પ્રેરિત થાય છે અને તેમના માટે ખૂબ ઉત્સુક પણ રહે છે, જેનાથી તેમનું કામકાજ પ્રભાવિત થાય છે જે કંપનીઓ માટે માથાનો દુઃખાવો પેદા કરે છે. આ સર્વેમાં સામેલ થયેલી લગભગ 75 ટકા કંપનીઓએ કહ્યું કે, તેમને હાલમાં કૉલેજ પાસ થયેલા લોકોનું કામ સંતોષજનક ન લાગ્યું. તો સર્વેમાં સામેલ લગભગ અડધાથી વધારે રિક્રૂટર્સે કહ્યું કે, જનરેશન Zના લોકો વચ્ચે પ્રેરણાની કમી સૌથી વધુ જોવા મળી, જ્યારે 39 ટકાએ કહ્યું કે, તેમાં કમ્યુનિકેશન સ્કિલ્સની કમી હતી.

લગભગ અડધા (46 ટકા)એ કહ્યું કે, જનરેશન Z લોકો વચ્ચે પ્રોફેશનલિઝ્મની કમી જોવા મળી. ઘણા વિશેષજ્ઞોએ આ સ્થિતિ માટે શિક્ષણ પ્રણાલીને દોષી ઠેરવી. HR સલાહકાર બ્રાયન ડ્રિસ્કોલે જણાવ્યું કે, આજનું શિક્ષણ, વ્યવહારથી વધુ સિદ્ધાંત પર ભાર આપે છે. ગ્રીક પૌરાણિક કથાઓને શીખવી આકર્ષક જરૂર છે, પરંતુ ત્યાં સુધી જ્યાં સુધી તમે તેને ભણાવી રહ્યા છો. શું એ તમને કોર્પોરેટ મીટિંગમાં પ્રભાવી ઢંગે સંવાદ કરવા કે પ્રોફેશનલિઝ્મ શૉ કરવા માટે તૈયાર કરી શકે છે. એ નહીં કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp