નવી ગર્લફ્રેન્ડ સાથે બેડરૂમમાં હતો પ્રેમી, દંડો લઈને પહોંચી ગઈ પ્રેમિકા, પછી...

PC: themessenger.com

ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પરિણીત કપલ મોટા ભાગે એક પાર્ટનર તરફથી થતી બેવફાઈની ઘટના સામે આવે છે. એવામાં બેવફાઇ મળ્યા બાદ બીજા સાથી અથવા તો રડે છે,ગમમાં ડૂબી જાય છે કે પછી બદલો લેવા માગે છે. આ બદલા માટે લોકો મોટા ભાગે સોશિયલ મીડિયા પર તેમના માટે અભદ્ર વાતો લખે છે કે પછી તેમની ઓફિસમાં તેના સિક્રેટ્સનો ખુલાસો કરી દે છે. પરંતુ ઈંગ્લેન્ડના લિવરપુલની એક 49 વર્ષીય મહિલા Buathip Kendrayએ પોતાના બેવફા બોયફ્રેન્ડ સ્ટીવન વૂડ્સ સાથે જે કર્યું તે તેને જિંદગીભર નહીં ભૂલે.

ધ રિવરપુલ ઇકોના રિપોર્ટ મુજબ, ગત 6 ઑગસ્ટ 2023ના રોજ સંબંધમાં બેવફાઇ થવાથી રોષે ભરાયેલી Buathip Kendray વૂડ્સના ઘરે આવી, તેની કારના વિંગ મિરર તોડી દીધા, છોકરીના બોર્ડ ફેક્યા અને વ્હીલી બિન પર લાત મારતા લિવિંગ રૂમની બારીથી ઘરમાં ઘૂસી ગઈ. વૂડ્સ અને તેની નવી ગર્લફ્રેન્ડને જ્યારે Buathip Kendrayની ઘૂસણખોરીનો અંદાજો થયો તો તેણે બેડરૂમનો દરવાજો અંદરથી લોક કર્યો અને પોલીસ આવવાની રાહ જોવા લાગ્યા.

પૂરી રીતે રોષે ભરાયેલી Buathip Kendray બેદારૂમનો દરવાજો પણ તોડવાનો પ્રયાસ કરવા લાગી. પ્રોસિક્યૂટર ડેરેક જોન્સે 5 જાન્યુઆરીના રોજ લિવરપુલ ક્રાઉન કોર્ટને જણાવ્યું કે, Buathip Kendray બૂમો પાડતી વૂડ્સના ઘરમાં ઘૂસી આવી હતી. વૂડ્સ અને તેની ગર્લફ્રેન્ડ એટલો ડરી ગયા કે તેમણે પોતાને રૂમમાં બંધ કરીને પોલીસને ફોન કર્યો. Buathip Kendray વૂડ્સની જ કેટલીક માર્શલ આર્ટ સ્ટીકની મદદથી બેડરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી.

આ દરમિયાન ડરી ગયેલા વૂડ્સે ફોન કરવા પર પોલીસ આવી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેણે જોયું કે વૂડ્સ બેડરૂમની અંદરથી મદદ માટે બૂમ પાડી રહ્યો હતો. તેણે તરત જ ઘરમાં Buathip Kendrayની ધરપકડ કરી લીધી. તેમાં તેને ગુનાહિત ક્ષતિ અને ઝઘડા માટે દોષી ઠેરવવામાં આવી. પોલીસ બોડીકેમ ફૂટેજમાં તૂટેલી બારીઓ અને સામાન્ય બેડરૂમનો દરવાજો નજરે પડ્યો. Buathip Kendrayની વકીલે કોર્ટમાં તેનો બચાવ કરતા કહ્યું કે, તે એક 49 વર્ષીય મહિલા છે, જેના પર કોઈ દોષ નથી.

તે સામાન્ય રૂપે ઘરની અંદર રહે છે અને આ તેના જીવનની પહેલી ભૂલ છે. ઘટના ફરિયાદકર્તા વૂડ્સના ઘરમાં થઈ, પરંતુ Buathip Kendray તેને ક્યારેય પોતાનું ઘર માનતી નથી કેમ કે તે ત્યાં વૂડ્સ સાથે રહેતી હતી. બંનેમાં થોડા સમય અગાઉ ઝઘડો થયો હતો અને વૂડસે તેને ઘરમાંથી કાઢી દીધી હતી. તે આ બ્રેકઅપથી પરેશાન હતી અને હવે તેને વૂડ્સની નવી ગર્લફ્રેન્ડ બાબતે ખબર પડી તો રોષે ભરાઈ ગઈ. જજ જોન બેનસને Buathip Kendrayને 18 મહિનાનો કમ્યુનિટિ ઓર્ડર સોંપ્યો છે, જેમાં રિહેબિલિટેશન એક્ટિવિટીની જરૂરિયાત અને 80 કલાકની અવૈતનિક કાર્ય સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp