400 રૂપિયા મહિનામાં 4 બાળકોને મોટા કર્યા, દીકરાએ 150 કરોડ દાન કરી દીધા

PC: economictimes.indiatimes.com

દેશમાં મેટલ અને એનર્જી સેક્ટરના મોટી કંપનીઓમાંની એક વેદાંતા ગ્રુપના પ્રમુખ અનિલ અગ્રવાલ એક મધ્યમ પરિવારમાંથી આવે છે. માત્ર 19 વર્ષની ઉંમરમાં તે બિહારના પટનાથી મુંબઈ આવ્યા અને નાનકડી દુકાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આજે આટલા મોટા ઔદ્યોગિક કંપનીના પ્રમુખ છે. પરંતુ હંમેશાથી તેમનું જીવન આવું નહીં હતું. અનિલ અગ્રવાલે પોતાની માતાના બલિદાન અને ત્યાગની સ્ટોરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટ્વિટર પર શેર કરી છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું છે- મા, મારા બાળપણને તારા બલિદાને સીંચ્યું અને મને મારા સપનાને પૂરા કરવાની તક આપી. તે સમયે તારે 4 બાળકોનું પેટ ભરવા માટે માત્ર 400 રૂપિયા મળતા હતા, પરંતુ તે હંમેશા એ નિશ્ચિત કર્યું કે અમારા બધાનું પેટ ભરેલું રહે. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે હવે હું તમારી સાથે રહું છું અને તમે મને દરરોજ પ્રેરણા આપો છો. અનિલ અગ્રવાલ આજે ભલે મોટા બિઝનેસમેન છે અને કરોડો રૂપિયાની સંપત્તિના માલિક હોય, પરંતુ મધ્યમવર્ગીય મુલ્ય તેમના જીવન સાથે જોડાયેલા રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેમણે પોતાની પત્ની અને પુત્રીના તેમના જીવનમાં યોગદાનની પણ વાત કરી છે. કોરોના કાળમાં પણ વેદાંતા ગ્રુપે લોકોની મદદ માટે 150 કરોડ રૂપિયાથી વધારે રકમ દાન કરી છે. આ પહેલા પણ અનિલ અગ્રવાલે પોતાના એક ટ્વીટમાં તેમના સંઘર્ષની વાત શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈ આવવા પર તેમણે સૌથી પહેલા ભોઈવાડાના મેટલ માર્કેટમાં 8*9 ફૂટની ઓફિસ ભાડા પર લીધી અને ત્યાં જ મેટલનો ભંગાર વેચવાનું શરૂ કર્યું હતું. આજે તેમના વેદાંતા ગ્રુપની માર્કેટ કેપિટલાઈઝેશન જ 1.41 લાખ કરોડ રૂપિયા છે.

તેમણે પોતાનો અનુભવ શેર કરતા લખ્યું છે કે- કરોડો લોકો પોતાની કિસ્મત અજમાવવા મુંબઈ આવે છે, હું પણ તેમાંથી એક હતો. મને યાદ છે કે જે દિવસે મેં બિહાર છોડ્યું, મારા હાથમાં માત્ર એક ટિફિન બોક્સ અને બેગ હતી. તેની સાથે આંખોમાં સપના સાથે હું વિક્ટોરીયા ટર્મિનસ સ્ટેશન પહોંચ્યો અને પહેલી વખત ઘણી વસ્તુઓને જોઈ. પહેલી વખત મેં કાળી-પીળી ટેક્સી, ડબલ ડેકર બસ અને સિટી ઓફ ડ્રીમ્સને જોઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp