કોન્ડોમ પહેલા શું વપરાતું. કેવી રીતે શોધાયું, ભારતમાં કામરાજ નામ હોતું જો...

PC: brunet.ca

ક્યારેક ટેબૂ, ક્યારેક ખચકાટ તો ક્યારેક જિજ્ઞાસા... કોન્ડોમને લઈને માણસના મનમાં ઘણા સવાલો રહ્યા છે. સભ્યતાના વિકાસના ક્રમમાં માણસ જ્યારે જીવન જીવવાની રીત શીખવા માંડ્યો ત્યારે પુરુષો- મહિલાઓને સુરક્ષિત યૌન સંબંધની જરૂરિયાત અનુભવાઈ. તે યૌન સંચારિત બીમારીઓથી બચવા માંગતો હતો. તો યૌન સંગતિ ઈચ્છતો હતો, પરંતુ સંતતિ તેને નહોતી જોઈતી. આ કામ માટે સમાજના સમજદાર લોકોએ આસપાસ જોવાનું અને પરખવાનું શરૂ કર્યું. ઈતિહાસ કહે છે કે, 1640 ઈ.સ.માં ઘેટા-બકરાંના આંતરડાનો ઉપયોગ ઈંગ્લેન્ડના સૈનિક કોન્ડોમ તરીકે કરતા હતા. 1645માં અંગ્રેજ કર્નલે તેને આકાર આપ્યો અને પૂર્ણરીતે વિકસિત કર્યું.

ત્યારે તેનું કોઈ નામ નહોતું, આથી તેને કર્નલ Quondamના નામથી જ લોકો ઓળખતા હતા. પોતપોતાની બોલીઓ અને ભાષાઓમાં બોલતા રહ્યા. યુરોપમાં સેંકડો વર્ષો સુધી આ નામ ધીમે-ધીમે અપભ્રંશ થઈને આજનું કોન્ડોમ (Condom) બની ગયું. બકરીના આંતરડા, સિલ્કના દોરા, લિનનનું કપડું, કાચબાની ખાલના રૂપમાં કોન્ડોમ લોકોની અંગત પળો સુધી પહોંચ બનાવતા રહ્યા. સમયની સાથે તેની ઉપયોગિતા બદલાતી રહી. તેના ઉપયોગમાં વ્યક્તિના સ્વભાવ અનુસાર સુરક્ષાની સાથોસાથ લક્ઝરી અને યૌન સ્વચ્છંદતાનો ભાવ પણ જોડાતો ગયો. પરંતુ, 1860માં જે થયું તેણે બર્થ કંટ્રોલની દિશામાં ક્રાંતિકારી બદલાવ લાવી દીધો.

એક અમેરિકી રસાયણ વિજ્ઞાની હતા ચાર્લ્સ ગુડઈયર. તેઓ લાંબા સમયથી રબરની પ્રકૃતિ પર કામ કરી રહ્ય હતા. રબર જે ઠંડુ થવા પર ખૂબ જ કડક થઈ જાય છે અને ગરમ થવા પર ખૂબ જ નરમ. ગુડઈયર આ રબરને પ્લાસ્ટિક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. 1860માં તેમને એ ફોર્મ્યૂલા મળી ગયો. આ સાથે કોન્ડોમના પ્રોડક્શનમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો. હવે આ વસ્તુમાં મજબૂતી હતી. યુઝ કરવા સંબંધી મુશ્કેલીઓ તેમાંથી જતી રહી. તેમા ઈલાસ્ટિસિટી હતી. પરંતુ, સિંગલ યુઝ કોન્ડોમનો કોન્સેપ્ટ હજુ સુધી નહોતો આવ્યો. યુરોપ અમેરિકામાં કંપનીઓએ લોકોને કહ્યું કે, રબરમાંથી બનેલા કોન્ડોમનો ધોઈને ફરીથી ઉપયોગ કરી શકાય છે. પ્રયોગ ચાલતા રહ્યા. દરમિયાન યૌન સંચારિત રોગના કારણે તેનો ઉપયોગ વધતો રહ્યો.

વર્ષ 1920 આવ્યું, આ જ વર્ષે લેટેક્સની શોધ થઈ. લેટેક્સમાંથી બનેલા કોન્ડોમ નવા અવતારમાં સામે આવ્યા. જે વધુ સોફ્ટ, વધુ લચીલા હતા. આ શોધે કોન્ડોમને સર્વસુલભ બનાવી દીધા. હવે તેનું પ્રોડક્શન મોટાપાયે થવા માંડ્યું. સાથે જ તેની કિંમતો પણ પહેલાની સરખામણીમાં ઘણી ઓછી થઈ અને હવે તે મધ્યમવર્ગ સુધી પહોંચી ચુક્યા હતા. આ રીતે સિંગલ યુઝ કોન્ડોમનું ચલણ શરૂ થયું. આ સાથે જ તેની સામાજિક અને અંગત સ્વીકાર્યતા પણ વધી. દ્વિતિય વિશ્વ યુદ્ધ સુધી તેનું માસ પ્રોડક્શન શરૂ થયુ અને સરકારો દુનિયાભરમાં ફેલાયેલા પોતાના સૈનિકોને કોન્ડોમ વહેંચવા માંડી. સમયની સાથે પ્રાઈવેટ કંપનીઓ આ પ્રોડક્ટમાં રોમાંચ અને રોમાન્સનું ઈનપુટ વધારી રહી હતી.

હવે વાત ભારતની. સરકાર ઈચ્છતી હતી કે તેનું નામ પ્રેમ અને કામના દેવતા કામદેવના છદ્મનામ પર કામરાજ રાખવામાં આવે. પરંતુ, ભલે સેક્સપિયરે કહ્યું હોય કે નામમાં શું રાખ્યું છે? ભારતમાં તો નામ પર ઘણું રાજકારણ થાય છે. અહીં પણ રાજકારણ ઘૂસ્યું અને કોન્ડોમ કામરાજ બનતા-બનતા રહી ગયા. કોન્ડોમને યુરોપ-અમેરિકામાં 1860માં જ સ્વીકાર્યતા મળી ગઈ હતી પરંતુ, તેને ભારત આવવામાં 100 વર્ષનું મોડું થયુ. ભારતમાં પરિવાર નિયોજન કાર્યક્રમ અંતર્ગત જનસંખ્યા નિયંત્રણ માટે સરકારે 1960ના દાયકામાં મફત કોન્ડોમ વિતરણ કાર્યક્રમ શરૂ કર્યો. પૂરા 100 વર્ષ બાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp