શું તમે પણ નાઇટ શિફ્ટ કરો છો? નવા રિસર્ચમાં ખબર પડી આ પરેશાન કરનારી વાત

PC: economictimes.indiatimes.com

જો તમે નાઇટ શિફ્ટમાં કામ કરો છો તો નવું રિસર્ચ તમારા દિવસની ઊંઘ હરામ કરી શકે છે. રિસર્ચર્સે એક સ્ટડીમાં કહ્યું કે, કેવી રીતે નાઇટ શિફ્ટમાં કામ કરનારાઓની ભૂખ, ખાન-પાનની આદતો બગડે છે, જેના કારણે ક્યારેક-ક્યારેક વજન વધી જાય છે. બ્રિટનની બ્રિસ્ટલ યુનિવર્સિટીન નેતૃત્વમાં રિસર્ચ કરનારી ટીમને જાણવા મળ્યું કે નાઇટ શિફ્ટમાં કામ કરવાથી શરીરના ‘બાયોલોજિકલ ક્લોક’માં વ્યવધાન પડે છે. રિસર્ચમાં ખબર પડી કે, તેનાથી ભૂખને નિયંત્રિત કરનારામાં હોર્મોન પણ પ્રભાવિત થાય છે.

રિસર્ચ ટીમે યકૃત પાસ સ્થિત અધિવ્રૃકક ગ્રંથિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે હોર્મોનનું ઉત્પાદન કરે છે જે ચયાપચય અને ભૂખ સહિત ઘણા શારીરિક કાર્યોને નિયંત્રિત કરે છે, જેને ગ્લુકોકોર્ટિકોઇડ કહેવામાં આવે છે. કમ્યુનિકેશન્સ બાયોલોજી રિસર્ચ જર્નલમાં પ્રકાશિત સ્ટડીમાં રિસર્ચર્સે કહ્યું કે, પ્રકાશ અને અંધારા વચ્ચે તાલમેળ ન બની શકવાથી આ હોર્મોનના કામકાજમાં ગરબડી થવાથી ભૂખ પ્રભાવિત થાય છે. આ કારણે દિવસે નિષ્ક્રિય રહેવા દરમિયાન ખૂબ જ વધારે ભોજનની ઈચ્છા વધી જાય છે.

રિસર્ચર્સે કહ્યું કે તેના નિષ્કર્ષોથી ખબર પડે છે કે કેવી રીતે શરીરના ‘આંતરિક ઘડિયાળ’માં વ્યવધાન, ચાયપચય-સ્વાસ્થ્ય નુકસાનના સંદર્ભમાં ભોજનની ટેવોને ઊંડાણથી બદલી શકે છે. આ સ્ટડીથી એ લાખો લોકોની મદદ થઈ શકે છે જે રાતભર કામ કરે છે અને વજન વધવાની સમસ્યાથી પ્રભાવિત છે. અધિવ્રૃકક ગ્રંથિઓમાં ગ્લુકોકોર્ટિકોઇડ હાર્મોન સીધા મસ્તિષ્ક પેપટાઈડ્સના એક ગ્રુપને નિયંત્રિત કરે છે જે થોડી વધતી ભૂખ (ઓરેક્સજેનિક) અને થોડી ભૂખ ઓછી (એનોરેક્સજેનિક) સાથે ભૂખ વ્યવહારને નિયંત્રિત કરે છે.

ટીમે સ્ટડીમાં જાણ્યું કે જ્યાં નિયંત્રણવાળા ઉંદરોએ પોતાના સક્રિય ચરણ દરમિયાન દૈનિક સેવનના લગભગ 90 ટકા અને નિષ્ક્રિય ચરણ દરમિયાન માત્ર 11 ટકા ખાધું. તો થાકેલા ઉંદરોએ પોતાના નિષ્ક્રિય ચરણ દરમિયાન દૈનિક કેલોરીનું લગભગ 54 ટકા ખાધું. બ્રિસ્ટલમાં રિસર્ચ ફેલો અને રિસર્ચના વરિષ્ઠ લેખિકા બેકી કૉનવે કેમ્પબેલે કહ્યું કે, જો લોકો લાંબા સમયથી રાત્રિ શિફ્ટમાં કામ કરી રહ્યા છે, તો અમે તેમને કહીશું કે તેઓ દિવસના અજવાળાનો આનંદ લે, હૃદય સંબંધિત વ્યાયામ કરે અને ભોજનના સમયને નિયમિત સમય પર બનાવી રાખવાનો પ્રયાસ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp