હવે મૃત વ્યક્તિના શરીરમાંથી બનશે ખાતર, આ દેશે શરૂ કરી અનોખી પરંપરા

PC: dailymontanan.com

આખી દુનિયામાં અંતિમ સંસ્કારની ઘણી બધી પ્રથાઓ પ્રચલિત છે. ક્યાંક, અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, તો ક્યાંક શવને કોફીનમાં મુકીને જમીનમાં દાટી દેવામાં આવે છે, તો વળી ક્યાંક શવને અન્ય જીવોના ભોજન માટે લટકાવી દેવામાં આવે છે. હવે ધીમે-ધીમે લોકો પ્રકૃતિ તરફ વળી રહ્યા છે અને મર્યા બાદ પણ પ્રકૃતિને નુકસાન ન થાય અને તેને ઉપયોગી બની શકાય તે માટે ઈકો ફ્રેન્ડલી અંતિમ સંસ્કાર કરવાનું ચલણ વધ્યું છે. અમેરિકાનું ન્યૂયોર્ક શહેર ઈકો ફ્રેન્ડલી અંતિમ સંસ્કાર એટલે કે હ્યુમન કમ્પોસ્ટિંગને અપનાવનારું છઠ્ઠું રાજ્ય બની ચુક્યુ છે.

દુનિયાએ જરૂરિયાત અનુસાર ઘણીવાર પોતાની પરંપરાઓમાં બદલાવ કર્યો છે. હાલના દિવસોમાં એક આવો જ બદલાવ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. અહીં અંતિમ સંસ્કાર સાથે સંકળાયેલી પરંપરાને લઈને એક મોટું પરિવર્તન લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકામાં અંતિમ સંસ્કારને ઈકો ફ્રેન્ડલી બનાવાની પહેલ શરૂ કરવામાં આવુ ચુકી છે એટલે કે મર્યા બાદ માણસના શવોમાંથી નેચરલ ઓર્ગેનિક રિડક્શન પ્રક્રિયા અંતર્ગત ખાતર બનાવવામાં આવશે. આ પ્રોસેસમાં આશરે 30 દિવસનો સમય લાગશે.

ઈકો ફ્રેન્ડલી અંતિમ સંસ્કાર એક એવી પ્રોસેસ છે જેમા માણસોના મૃત શરીરનો ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે. ખાતર બનાવવાની આ પ્રક્રિયાને હ્યુમન કમ્પોસ્ટિંગના નામથી ઓળખવામાં આવે છે. વોશિંગ્ટન વર્ષ 2019માં હ્યુમન કમ્પોસ્ટિંગને અપનાવનારું અમેરિકાનું પહેલું રાજ્ય બની ગયુ હતું. અમેરિકામાં અત્યારસુધી 6 રાજ્ય અંતિમ સંસ્કારની આ પ્રક્રિયા અપનાવી ચુક્યા છે જેમા વોશિંગ્ટન ઉપરાંત કેલિફોર્નિયા, કોલોરાડો, ઓરેગન, વર્મોંટ અને ન્યૂયોર્ક સામેલ છે. અમેરિકામાં હ્યુમન કમ્પોસ્ટિંગ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયક છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તિબેટ અને મોંગોલિયાની કેટલીક પ્રજાતિઓ ખૂબ જ પહેલાથી જ આ ઈકો ફ્રેન્ડલી અંતિમ સંસ્કારને કરતી આવી રહી છે.

ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલ દ્વારા હ્યુમન કમ્પોસ્ટિંગ કાયદાને પાસ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કેલિફોર્નિયાના નિવાસીઓ પાસે વર્ષ 2027 સુધી આ વિકલ્પ ઉપલબ્ધ હશે કે તેઓ પારંપરિક રીત અપનાવીને અંતિમ સંસ્કાર કરવા માંગે છે કે પછી ઈકો ફ્રેન્ડલી રીતે અંતિમ સંસ્કાર કરવા માંગે છે. આ પ્રક્રિયાને અંજામ આપનારી કંપની રીકમ્પોઝ એ કહ્યું કે, માટી પરિવારને સોંપતા પહેલા એ ચેક કરવામાં આવે છે કે તેમા કોઈપણ પ્રકારના ખતરનાક પેથોજન્સ ના હોય. તમને જણાવી દઈએ કે, ટીબી જેવી બીમારીઓથી મરનારા લોકો અને રેડિએશન થેરાપી લેનારાઓને આ પ્રક્રિયાથી અલગ રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp