પતિ બન્યો ભાઈ, એક અકસ્માત બાદ મહિલાએ બદલ્યા સંબંધ, 18 વર્ષ અગાઉ થયા હતા લગ્ન

PC: news.com.au

એક મહિલાએ પોતાના જ પતિ સાથે સંબંધ બદલી લીધા. તેણે પોતાના પતિને ભાઈ બનાવી લીધો. એ વાતથી તેના પતિએ કોઈ પણ આપત્તિ ન વ્યક્ત કરી. મહિલાએ પોતાની કહાની સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેનું નામ ક્રિસ છે. તે બતાવે છે કે 16 વર્ષની ઉંમરમાં તેને પોતાના પતિ બ્રેન્ડન સાથે પ્રેમ થયો હતો. તેને મળ્યા બાદ બંને એક-બીજાથી જરાય અલગ થઈ શકતા નહોતા. એટલી ઓછી ઉંમરમાં પ્રેમ થવા છતા પણ લાગતું હતું કે સદીઓથી એક બીજાને જાણીએ છીએ. ત્યારબાદ બંનેએ એક બીજાને લવ લેટર લખવાની શરૂઆત કરી દીધા.

કપલ એક બીજાને મ્યૂઝિક CD આપવા લાગ્યું. સાથે જ એક સાથે બીચ પર જવા લાગ્યા. મીડિયા રિપોર્ટ મુજબ, ક્રિસે બેન્ડન સાથે ઓગસ્ટ 2006માં લગ્ન કરી લીધા, પરંતુ લગ્નના 2 વર્ષ બાદ જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યારે તે 24 વર્ષની હતી. ક્રિસને ખબર પડી કે તેના પતિ બ્રેન્ડનનું એક્સિડન્ટ થઈ ગયું છે. તેમાં બ્રેન્ડનનો જીવ તો બચી ગયો, પરંતુ તે 2 મહિના સુધી કોમામાં રહ્યો. ઘણા મહિનાઓ સુધી તેની ફિઝિકલ થેરેપી કરવામાં આવી. તેને બ્રેન ઇન્જરી થઈ હતી. તે વ્હીલચૅર પર આવી ગયો.

તેને પોતાના નાના મોટા કામ કરવામાં પણ પરેશાની આવવા લાગી. એ સારી રીતે બોલી પણ શકતો નહોતો. યાદશક્તિ નબળી થઈ ગઈ. તેને દરેક સમયે દેખરેખની જરૂરિયાત પડવા લાગી. બસ ત્યારબાદ કપલના સંબંધમાં બદલાવ આવવાનો શરૂ થયો. બ્રેન્ડને પોતાની પત્ની ક્રિસને પ્રેમથી નાની બહેન કહેવાનું શરૂ કરી દીધું. તો ક્રિસ પણ હવે પોતાના પતિને ભાઈ માનવા લાગી. પોતાની કહાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર સંભળાવતા ક્રિસે કહ્યું કે, મને લાગે છે કે ભાઈ શબ્દ અમારા સંબંધને સારી રીતે પરિભાષિત કરે છે.'

સંબંધમાં બદલાવ બાદ પણ ક્રિસે હંમેશાં બ્રેન્ડનનું ધ્યાન રાખવાનું ચાલુ રાખ્યું. જો કે, તેણે એક્સિડન્ટના 2 વર્ષ બાદ એટલે કે વર્ષ 2010માં જીવન આગળ વધારવાનો નિર્ણય લીધો. તે એક પરિવાર અને બાળકો ઇચ્છતી હતી. એટલે તેણે વર્ષ 2014માં બીજા લગ્ન કરી લીધા. તે પોતાના પતિ જેમ્સને ઓનલાઇન મળી હતી. જેમ્સ સિંગલ પિતા હતો. તેણે ક્રિસ સાથે સાથે બ્રેન્ડનને પણ પોતાના જીવનમાં સ્વીકારી લીધો. હવે ત્રણેય એક જ ઘરમાં સાથે રહે છે. જેમ્સ પણ બ્રેન્ડનની દેખરેખમાં ક્રિસનો સાથ આપે છે. ક્રિસે આ બાબતે જાણકારી ન આપી કે તેના પોતાના પતિ સાથે છૂટાછેડા થયા છે, પરંતુ એટલું જરૂર બતાવ્યું કે, બ્રેન્ડને તેના નવા સંબંધોને સમર્થન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp