50 ઉંદરોને ઘરમાં નવડાવે-ખવડાવે છે મહિલા, બોલી- આ મારા બાળકો જેવા, જુઓ Photos

PC: nypost.com

એક મહિલાએ પોતાના ઘરમાં 50 ઉંદર પાળી રાખ્યા છે, જેમા 25 મેલ છે અને 25 ફીમેલ. પોતાને એનિમલ લવર કહેનારી મહિલા પોતાના બાળકોની જેમ આ ઉંદરોની સંભાળ રાખે છે. તેણે પોતાના કિચન સિંકમાં ઉંદરોને નવડાવતો વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો, જે જોતજોતામાં વાયરલ થઈ ગયો. 51 વર્ષીય આ મહિલા આ ઉંદરોને પોતાના બેબી કહે છે. મહિલા 2018માં પહેલીવાર બે ઉંદર લઈને આવી હતી, ત્યારબાદથી તે સતત તેમની સંખ્યા વધારતી ગઈ. હવે તેની પાસે 50 ઉંદરો થઈ ગયા છે. રસપ્રદ વાત એ છે કે, તેની પાસે એક બિલાડી પણ છે.

મહિલાનું કહેવુ છે કે, આ ઉંદરો મારા બાળકો છે, તેઓ કંઈ પણ ખોટું કામ ના કરી શકે. તેમાંથી દરેકનું પોતાનું વ્યક્તિત્વ છે, આથી ઘણા ઉંદરો બીજાની સરખામણીમાં મારી વધુ નજીક રહે છે. મહિલાએ આગળ કહ્યું કે, તે ખૂબ જ મિલનસાર છે અને જ્યારે હું તેમને ખાવાનું ખવડાવુ છું, તો તે તમામ દોડતા આવે છે. આમ તો બધા ઉંદરો મિલનસાર છે પરંતુ, કેટલાક વધુ પડતા જ મિલનસાર સ્વભાવના છે.

એટલું જ નહીં, મહિલાના ચાર પાળેલા કૂતરા, ત્રણ બિલાડી અને બે ડુક્કર પણ છે. આ અગાઉથી તેની પાસે બે ઘેંટા, બે બકરીઓ, 25 મરઘીઓ અને આશરે 15 બતક અને હંસ પણ છે. તેનું કહેવુ છે કે, તેને પ્રાણીઓ અને પક્ષીઓ સાથે ખૂબ જ પ્રેમ છે અને તે પોતાના પેટ્સનું ખૂબ જ ધ્યાન રાખે છે. મહિલાએ અલગ-અલગ પ્રાણીઓના રહેવા માટે અલગ-અલગ જગ્યા બનાવી છે. જ્યાં તે તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે. જોકે, ઉંદરો પ્રત્યે તેને વિશેષ પ્રેમ છે.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર, 51 વર્ષીય આ મહિલાનું નામ મિશેલ રેબોન છે. રેબોન અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. તે યુએસ આર્મીમાંથી રિટાયર છે. થોડાં મહિના પહેલા તેણે પોતાના કિચનના સિંકમાં ઉંદરોને નવડાવતો એક વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલી કેટલીક તસવીરોમાં તે ઉંદરો સાથે રમતી દેખાઈ રહી છે. તસવીરોમાં તેનો પોતાના ઉંદરો પ્રત્યેનો પ્રેમ દેખાય છે. મિશેલ રેબોન કહે છે કે, ઘણા બધા લોકોને મારું કામ ગમતું નથી પરંતુ, હું તેમને સમજાવુ છું અને એનિમલ લવ વિશે અવેર કરું છું. ઘણા લોકો સમજી જાય છે, જ્યારે ઘણા લોકો મારી સાથે સહમત નથી થતા. હાલ, રેબોન પોતાના પેટ્સની સાથે આનંદથી જીવન વિતાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp