નોકરી મૂકીને શરૂ કરી પોતાની એક બેકરી, આજે રોજની રૂ.10,000ની આવક
દરેક વ્યક્તિ પાસે પોતાના પ્લાનિંગ હોય છે. પણ દરેકને પોતાનું કંઈક અલગ અને અનોખું કરવાની તક મળતા વર્ષો વીતી જાય છે. દરેકનું સપનું હોય છે કે, એ નાનકડો બિઝનેસ હોય. આ માટે એમના પોતાના કેટલાક આઈડિયા પણ હોય છે. પણ અમલીકરણની વાત આવે ત્યારે ક્યારેક સંજોગ તો ક્યારેક મુડીનો પ્રશ્ન વિકટ બની રહે છે. પણ એવા પણ કેટલાક લોકો હોય છે જે આ બે મુદ્દાઓની ચિંતા કર્યા વગરા સપનું સાકાર કરવા માટે પરિશ્રમયજ્ઞ શરૂ કરી દે છે.
આવું કંઈક કર્યું ગુરૂગ્રામની ઈલાએ. ઈલા પહેલા નોકરી કરતી હતી. પણ પછી નોકરી છોડીને પોતાની એક બેકરી શરૂ કરી. એ પણ કોઈ દુકાન કે ફૂડ શોપમાંથી નહીં. પણ પોતાના ઘરેથી બેકરીની આઈટમ બનાવતી અને માર્કેટમાં વેંચતી. આજે તેઓ આ સ્ટાર્ટઅપમાંથી દરરોજના રૂ.10,000ની રોકડી કરી રહ્યા છે.
ઈલાએ વેલકમ ગ્રૂપ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ હોટેલ એડમિન વિષય સાથે હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ કર્યો છે. વર્ષ 2007માં તેમણે પોતાનો એક બિઝનેસ શરૂ કર્યો. હોમ બેકરીની શરૂઆત થઈ. જેનું નામ રાખવામાં આવ્યું Truffle Tangles.
માત્ર રૂ.5000નું મુડી રોકાણ કરી ઈલાએ આ સ્ટાર્ટને મોટા બિઝનેસમાં બદલવા માટે પગલાં ભર્યા. આજે તેઓ દરરોજના રૂ.10,000 કમાય છે. પોતે તૈયાર કરેલી આ બેકરીમાં તેઓ કેક, બ્રેડ, કુકીઝ, ચોકલેટ્સ, ડેઝર્ટ, ચોકલેટ રોલ જેવી અનેક આઈટમ બનાવે છે. આવી તો એમની પાસે 40થી વધારે આઈટમ છે. જેમ કે, સ્ટફ્ડ બન્સ, મિની પિત્ઝ વગેરે. એટલું જ નહીં તે ગ્રાહકે આપેલા ઓર્ડરની સમગ્ર દિલ્હી NCRમાં હોમ ડિલેવરી પણ કરે છે.
ગ્રેજ્યુએશન કર્યા બાદ ઘણા વર્ષો સુધી હોસ્પિટલ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરી. ચેન્નઈની ચોલ શેરેટનમાં પણ બે વર્ષ સુધી કામ કર્યું. ત્યાર બાદ કોલકાતાની તાજ બંગાળમાં ચાલી ગઈ. જ્યાં સેલ્સ એન્ડ માર્કેટિંગમાં પાંચ વર્ષ સુધી કામ કર્યું.
પછી લગ્ન થતા તે પતિ સાથે ગુરૂગ્રામમાં શિફ્ટ થઈ ગઈ. બેથી અઢી વર્ષ સુધી સંસાર સંભાળ્યો અને બાળકોનો પણ ખ્યાલ રાખ્યો. આ બિઝનેસ કરવામાં એના એ મિત્રએ એમનો સાથ આપ્યો. જ્યારે ઈલાએ કહ્યું કે, કંઈક નવું કરવું છે. ઈલા એ કહ્યું કે, પહેલા તો કોઈ મેનુ ન હતું કે શું કરવાનું છે? તમામ પ્રકારનું કામ હું એકલી કરતી. પછી એડ આપી અને ધીમે ધીમે બર્થ ડે પાર્ટીના ઓર્ડર મળવા લાગ્યા.
આ એ સમય હતો જ્યારે સોશિયલ મીડિયા આટલું શક્તિશાળી ન હતું. એટલે થોડો વધારે સંઘર્ષ કરવો પડ્યો. એ સમયે શહેરમાં એવી કોઈ દુકાન ન હતી. જ્યાંથી ક્વોલિટી બેઈઝ વસ્તુ કે સામાન્ય પેસ્ટ્રી મળી રહે.
લોકોને ઈલાનું ચોક્લેટ ટ્રફલ કેક ખૂબ પસંદ પડ્યું. પછી કેકના સતત ઓર્ડર મળતા રહ્યા. ત્યારે બાદ નાના-મોટા ફૂડ ફેરમાં સ્ટોલ લઈને આ સર્વિસ આપી. સ્થાનિક લોકો ઓળખતા થયા પણ સોશિયલ મીડિયા આવતા જ આ બિઝનેસને એકાએક વેગ મળ્યો.
આજે ઈલા બે બાળકોની માતા છે છતાં બેકરી સંભાળી રહી છે. આ બિઝનેસ મેં એટલા માટે પસંદ કર્યો કે, ઘરે બેસીને વસ્તુઓ પણ બનાવી શકું અને બાળકોનું ધ્યાન પણ રાખી શકું. આ બિઝનેસ માટે ઈલાના પતિએ પણ પૂરતો સહયોગ આપ્યો. અનેક વખત એવું બન્યું કે, જાતે ડિલેવરી કરવા માટે જવું પડ્યું. આજે પણ ઈલા કલાકો સુધી કામ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp