આ લગ્નમાં કન્યાદાન નહીં, પણ વરનું દાન કરાયું છે

PC: intoday.in

ભારતમાં હવે સમલૈંગિકતાને કાયદેસર બનાવી દેવામાં આવી છે અને ભારતના મોટા શહેરોમાં પણ સમલૈંગિકોને સમાન નજરે જોવામાં આવે છે. જોકે હજુ સુધી ભારતમાં સમલૈગિંક લગ્નોનું ઝાઝું ચલણ થયું નથી. એમાંય સમલૈંગિક લગ્નોમાં લગ્ન કરનારાઓના પરિવારજનો પણ જોરશોરથી સામેલ થાય એવો એકેય કિસ્સો ધ્યાનમાં આવ્યો નથી. પરંતુ અમેરિકામાં થોડા સમય પહેલ બે ભારતીય પુરૂષોના લગ્ન અત્યંત ચર્ચામાં રહ્યા હતા, જેમના લગ્નમાં તેમના મિત્રો અને પરિવારજનો પણ તામઝામથી સામેલ થયા હતા.

વાત છે અમેરિકામાં રહેતા પરાગ મહેતા અને વૈભવ જૈનની, જેમણે એપ્રિલ મહિનામાં ભરતીય વિધિથી ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ બંને યુવકો પાછલા કેટલાક સમયથી એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ પાછળથી તેમણે વિચાર કર્યો કે તેમણે લિવ ઈનમાં નહીં, પણ લગ્નગ્રંથી જોડાઈને એકબીજાની સાથે રહેવું છે. તેમના આ નિર્ણયમાં બંનેના પરિવારે પણ સંમતિ આપી, એટલું જ નહીં બંનેનાં પરિવાર અત્યંત ખુશી સાથે એ લગ્નમાં પણ જોડાયા.

આ લગ્નમાં મહેંદી રસમથી લઈ સંગીત અને માંડવા જેવી તમામ વિધિઓ કરવામાં આવી હતી. બંને યુવકોના ધામધૂમથી વરઘોડા કાઢવામાં આવ્યા હતા. તો વરઘોડાનું સ્વાગત પણ એવી જ ઝાકઝમાળથી કરવામાં આવ્યું હતું. આખરમાં જ્યારે માંડવામાં મંત્રોચ્ચારથી લગ્ન કરતી વખતે કન્યાદાનની વાત આવી ત્યારે વૈભવ મહેતાના પરિવાર તરફથી એ વિધિ કરવામાં આવી, પરંતુ એમાં કન્યાદાન નહીં, પરંતુ વરદાન કરવામાં આવ્યું હતું. આખા લગ્નની રોનક એ હતી કે બંને યુવકોના સગા-સંબંધીએ આ લગ્નને અત્યંત ઉમળકાથી સ્વીકાર્યા હતા અને બધા આ લગ્નમાં અત્યંત ઉત્સાહથી જોડાયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp