જોયું છે ACને ફેલ કરી નાખે તેવું ઇંટ-સિમેન્ટથી બનેલું આવું કુલર? લોકો બોલ્યા-આ..

PC: ndtv.in

દેશભરમાં ભીષણ ગરમી અને હિટવેવનો પ્રકોપ યથાવત છે. એક તરફ જ્યાં અકળાવી મૂકે તેવી ગરમી અને લૂએ લોકોની પરેશાની વધારી દીધી છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. સ્થિતિ એવી છે કે ઘણી જગ્યા પર પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.  એવામાં લોકો કૂલરને પણ AC બનાવી રહ્યા છે. આ ભયંકર ગરમી વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોએ એકથી એક ચઢિયાતા જુગાડ સાથે જોડાયેલા વીડિયો શેર કરી રહ્યા છે, જેને જોઈને તમે ઇમ્પ્રેસ થઈ જશો.

હાલમાં જ એક એવો વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં એક જુગાડ કૂલર લોકોનું ધ્યાન ખેચી રહ્યું છે. હાલના દિવસોના ગરમ હવા એવી ચાલી રહી છે, માનો કે શેકવા બેઠી હોય. આ ભીષણ ગરમીમાં પંખા અને કૂલર પણ ફેલ થઈ ગયા છે. એવામાં એક વ્યક્તિએ દેશી જુગાડ લગાવીને કુલર તૈયાર કર્યું છે, જેને જોઈને તમને પણ ગરમીમાં ઠંડીનો અનુભવ થવા લગશે. આ જુગાડ કુલરનો વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈ તેની સામે તો AC પણ ફેલ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ કુલર લોખંડનું નથી, પરંતુ સિમેન્ટ અને પથ્થરથી બનેલું છે.

અહી કુલરને દીવાલમાં ચણાવી દેવામાં આવ્યું છે. હવે ન ખડખડનો અવાજ હશે અને ન તો તૂટવાનો કોઈ ડર હશે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ કુલરમાં મોટર પણ ફિટ છે અને આસપાસ ઘાસ લગાવવામાં આવ્યું છે. બસ પાણી ભરીને જેવું જ કુલર ચલાવવામાં આવશે, રૂમ ઠંડો નહીં, ભયંકર ઠંડો થઈ જશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયોને @nikkisikar નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી 3 લાખ 10 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 1 હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ‘યો રાજસ્થાન હૈ, પ્રધાન અઠે પતો ના કબ કે દિખ જાય’ વીડિયો જોઈને એક યુઝરે લખ્યું કે, ખૂબ શાનદાર જુગાડ છે. બજા યુઝરે લખ્યું કે, ગજબની ટેક્નિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp