ખૂબ કામનું છે ટ્રેનના કોચનું રૂફ વેન્ટિલેટર, ન હોય તો થઈ શકે છે મોટી દુર્ઘટના

PC: twitter.com

Rooftop Cap on Train Coach : ટ્રેનના AC કોચ આખે આખા બંધ હોય છે. આ કોચની તમામ બારીઓ પેક હોય છે, અને હવા બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી હોતો. એવામાં જો ગરમ હવા નિકળવાની જગ્યા જગ્યા નહીં હોય તો આગ લાગવાનું જોખમ વધી જાય છે.

ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ઘણી વાતોનો વિચાર આવે છે, જેનો જવાબ મુસાફરો પાસે નથી હોતો. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે સિસ્ટમમાં બદલાવ કરવામાં આવે છે. ટેકનીકના માધ્યમથી રેલ્વે મુસાફરીને સારી બનાવવાનો પ્રયાસ કરે છે.સામાન્ય રીતે તમે ટ્રેનની ઉપર ઢાકણ અથવા કેપ લાગેલી જોઈ હશે. તેને રૂફ વેન્ટીલેટર કહેવામાં આવે છે, શું તમે જાણો છો આ શેના માટે હોય છે.

ખરેખર, બોગીમાં આ કેપ નહીં હોય તો ટ્રેનમાં આગ લાગી શકે છે. તો આવો સમજીએ કે આ રૂફ વેન્ટીલેટર આખી ટ્રેનમાં કઈ રીતે સંતુલન જાળવી રાખે છે. ટ્રેનના AC કોચે આખે આખા બંધ હોય છે, કોચની તમામ બારીઓ પેક હોય છે. એવામાં બહાર નિકળવાનો કોઈ રસ્તો નથી હોતો. જો ગરમ હવાને બહાર નિકળવા માટે કોઈ રસ્તો નહી હોય. તો આગ લાગવાનું જોખમ વધી જાય છે.

આ માટે કોચમાં હવાના વેન્ટિલેશન માટે ટ્રેનની ઉપર છિદ્રો વાળી પ્લેટ્સ લાગેલી હોય છે. જેની મદદથી ગરમ હવા પ્લેટ્સમાંથી થઈને રૂફ વેન્ટીલેટરની મદદથી બહાર નીકળી જાય છે. લોકોને ગરમી અને સફોકેશનથી બચાવવા માટે આ રીતે વ્યવસ્થાને અપનાવવામાં આવી છે.

કોચમાં ગરમી ઘણીવાર વધુ મુસાફરોને કારણે થાય છે. ટ્રેનની અંદર વધવા વાળી ગરમીથી મુસાફરોને ઘણી મુશ્કેલી થઇ શકે છે. એવી પરિસ્થિતિમાં સ્વચ્છ હવાનો ફ્લો બની રહે અને કોચની ગરમી રૂફ વેન્ટીલેટરના માધ્યમથી બહાર નિકળતી રહે તેના માટે આ ઢાકણ અથવા કેપ લગાવવામાં આવે છે. જેનાથી કોચની અંદરનું તાપમાન સારું રહે છે.

ત્યારે, આ વેન્ટીલેટરની ઉપર એક કેપ પણ લાગેલી હોય છે. આનું ઢાકણ બંધ હોવાને કારણે વરસાદનું પાણી કોચની અંદર નથી આવતું અને કોચની ગરમી કોચની ઉપર લાગેલી પ્લેટોના માધ્યમથી બહાર નિકળતી રહે છે. વરસાદના સમયે પણ આ રૂફ વેન્ટીલેટર અદભુત કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp