શાદી ડોટ કોમ પર આવ્યું કરિયાવર કેલ્ક્યુલેટર! પણ આખી વાત જાણી તમે કહેશો વાહ

PC: twitter.com

મેટ્રોમોનિયલ સાઇટ્સ પર લોકો પોતાના જીવનસાથીની શોધ કરે છે. એવી જ વેબસાઇટ Shaadi.com છે, જેના માલિક અનુપમ મિત્તલ છે. આ વેબસાઇટ પર એક નવું ફીચર આવ્યું છે જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચી રહ્યું છે. આ ફીચરમાં લોકોને પૂછવામાં આવે છે કે તમે કરિયાવર લાયક છો? ફીચરને ઓપન કરવા પર એક વ્યક્તિની તસવીર આવે છે, જેની આસપાસ પુસ્તકો, ઘર, કાર અને પૈસા દેખાઈ રહ્યા છે. નીચે કેટલાક સવાલ છે, જેમ કે ઉંમર, પ્રોફેશન, સેલેરી, શિક્ષણ કેટલું છે, પોતાનું ઘર છે કે નહીં, ભારતમાં રહો છો કે વિદેશમાં.

આ કરિયાવર કેલ્ક્યુલેટરમાં બધી ડિટેલ્સ નાખ્યા બાદ કેલ્ક્યુલેટર ડાઉરી અમાઉન્ટ’ લખેલું બટન દેખાય છે. તેના પર ક્લિક કરતા જ લખેલું આવે છે કે ભારતમાં 2001-2012 વચ્ચે કરિયાવરના કારણે 91,202 મોત થયા છે. શું તમે ત્યારે પણ જાણવા માગો છો? શું તેમના જીવનની પણ કિંમત છે? ચાલો ભારતને એક કરિયાવર મુક્ત સમાજ બનાવીએ. પરિવર્તન લાવો. બદલાવ લાવો. એક X યુઝરે તેને લઈને એક પોસ્ટ કરી છે.

તેને કેપ્શનમાં લખ્યું કે, ‘પહેલા તો Shaadi.com પર કરિયાવર કેલ્ક્યુલેટર જોઈને ચોંકી ગયો હતો. સાઇટનું એક સેક્શન યુઝર્સને દેખાડે છે કે કરિયાવરના દાવમાં તેમની કેટલી કિંમત છે. જ્યારે તમે એજ્યુકેશન અને સેલેરી જેવી જાણકારી નાખો છો તો તમે હેરાન રહી જશો. કરિયાવરની કિંમત દેખાડવાની જગ્યાએ કેલ્ક્યુલેટર યુઝર્સને ભારતમાં કરિયાવરથી થતા મોત બાબતે આંકડા દેખાડે છે. સન્માન અને અદ્દભુત વિચાર.

સોશિયલ મીડિયા પર લોકો આ પહેલનો ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘હું કરિયાવરની એકદમ વિરુદ્ધ છું, પરંતુ ટિયર 1 શહેરોમાં આકર્ષક સેલેરીવાળા એકમાત્ર પુત્રની શોધ હોય છે. શું આ કરિયાવર નથી? એલિમની નામ પર એક મોટી રકમ લેવી શું એ કરિયાવર નથી? એક અન્ય યુઝરે લખ્યું કે, કરિયાવર માગવું, લેવું અને આપવું દંડનીય ગુનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp