બેડરૂમમાંથી પસાર થાય છે બે દેશોની બોર્ડર, પડખા ફેરવતા જ વિદેશ જતા રહે છે લોકો

PC: twitter.com

જો તમને કોઈ કહે કે બે દેશોની સીમા તેમના ઘર વચ્ચેથી થઈને પસાર થાય છે તો કદાચ તમને પહેલી વખત તો વિશ્વાસ નહીં થાય પરંતુ એ હકીકત છે. જી હાં, યુરોપનું બાર્લે શહેર એક એવી જગ્યા છે જ્યાં તમે એક દેશમાં નાસ્તો બનાવી શકો છો તો બીજા દેશમાં જઈને ખાય શકો છો. એટલું જ નહીં તમે એક પગલું ચાલીને બીજા દેશમાં પણ જઈ શકો છો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ તેનો રસપ્રદ કિસ્સો.

બાર્લે શહેર બે દેશો નેધરલેન્ડ અને બેલ્જિયમની સીમા પર વસેલું છે. આ બે દેશોની સીમા બાર્લે શહેરમાં સ્થિત ઘણા ઘરો વચ્ચે થઈને પસાર થાય છે જેના કારણે અહીંયા લોકોનું એક પગલું નેધરલેન્ડમાં હોય શકે છે તો બીજું પગલું બેલ્જિયમમાં. કુલ મળીને બર્લે શહેરના રહેવાસી એક પળમાં એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી શકે છે કેમ કે બંને દેશોની સીમાઓ તો તેમના ઘરોની વચ્ચોવચથી નીકળે છે. અહીં સ્થિત ઘણા બધા સામુદાયિક ભવન, રેસ્ટોરાં, કેફે હાઉસ વગેરેનો અરધો હિસ્સો નેધરલેન્ડમાં છે તો અરધો બેલ્જિયમમાં.

બાર્લે શહેરનો કેટલોક ભાગ નેધરલેન્ડ પાસે અને કેટલોક બેલ્જિયમ પાસે છે. નેધરલેન્ડ પાસેવાળા ભાગને Baarle Nassauના નામથી ઓળખવામાં આવે છે જ્યારે બેલ્જિયમ પાસેવાળા ભાગને Baarle Hertog કહેવામાં આવે છે. સીમા રેખાને એક સફેદ ક્રોસ બનાવીને ચિહ્નિત કરવામાં આવી છે. ઘણા ઘરો, દુકાનો, રેસ્ટોરાંની અંદર પણ સફેદ ક્રોસ લાગ્યા છે. ઘણા ઘરોમાં તો બેડ સફેદ ક્રોસ ઉપર છે એટલે કે પડખા ફેરવતા જ બાર્લેના રહેવાસી બીજા દેશમાં જતા રહે છે.

Deutsche Welleના રિપોર્ટ મુજબ આ બાર્લે શહેરમાં દરેક વસ્તુ બે છે જેમ કે શહેરના નામ બે છે, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ પણ બે છે. જોકે આ બધાને કંટ્રોલ એક જ સમિતિ કરે છે. આ અનોખાપણુ અને રસપ્રદ બોર્ડરના કારણે આ શહેર મોટા ભાગે લાઇમલાઇટમાં બનેલું રહે છે. દુનિયાભરમાંથી પર્યટક તેને જોવા માટે આવે છે અને અનોખા બોર્ડર પર ઊભા રહીને તસવીરો ખેચાવે છે. ઘણા વર્ષો બાદ વર્ષ 1830મા જ્યારે નેધરલેન્ડથી એક નવો દેશ બન્યો ત્યારે સીમા નક્કી થઈ. એ વખત સર્વેક્ષકોએ ઉત્તર સાગરના કિનારાથી જર્મન રાજ્યોને નક્કી કર્યા.

જ્યારે સર્વેક્ષક આ વિસ્તારમાં પહોંચ્યા તો અહીં સીમા નક્કી કરવાના નિર્ણય પછીથી લેવા કહ્યું. ત્યારબાદ જ્યારે સીમા નક્કી કરવામાં આવવા લાગી તો એ સમયે શહેરમાં ઘણા ઘર, દુકાન, પાર્ક વગેરે વહેચાયા હતા. સ્થાયી સંઘર્ષ ન થાય એટલે આ નિર્ણય લેવામાં આવ્યો કે એક સીમા ખેચવામાં આવશે અને એ સીમા પર સ્થિત ઘર દ્વારા જે દેશની સીમા ખુલશે એ જ દેશની નાગરિકતા આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp