JCBનો આવો ઉપયોગ જોઈને હસવું નહીં રોકી શકો, વીડિયો થયો વાયરલ

PC: indiatimes.com

કોઈ પણ મશીનનો કેવો અને કેટલો ઉપયોગ ક્યાં કરવો એ ભારતીય પાસેથી શીખવા જેવું છે. ભારતીય ગમે તેવી સ્થિતમાં જુગાડ શોધી કાઢે. તાજેતરમાં જ એક JCBનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખોદકામ વખતે આ મશીનરીનું કામકાજ જોવા માટે અનેક લોકો એકઠા થઈ જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો જોઈને કંપનીના સ્ટાફ અને માલિક પણ ચોંકી જશે. તેમણે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, આ મશીનનો ઉપયોગ ખોદકામ સિવાય પણ કરી શકાશે.

 

આ વીડિયો જોઈને એવું પણ કહી શકાય છે કે, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે જુગાડું ભારતીય. આ વીડિયોને સૌ પ્રથમ શનિવારે સંદિપસિંહ નામના એક વ્યક્તિએ પોતાના ફેસબુક પર શેર કર્યો હતો. જેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, જાપાન અને અમેરિકાના લોકોએ પણ જેસીબીનો આવો ઉપયોગ નહીં કર્યો હોય. આ વીડિયો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર શેર થઈ રહ્યો છે. જેના પર લોકો જુદી જુદી કોમેન્ટ કરી રહ્યા છે. ફેસબુક પર આ વીડિયો પાંચ લાખથી વધારે વખત જોવાય ચૂક્યો છે. જ્યારે 11 હજારથી વધુ વખત શેર થયો છે. 1 હજારથી વધારે લાઈક્સ મળી ચૂક્યા છે.

 

આ વીડિયોમાં મશીનની મદદથી ટ્રકમાં રહેલી મહિલાઓને નીચે ઊતારવામાં આવી રહી છે. જમીન અને ટ્રકના લોડર વચ્ચે વધુ ઊંચાઈને કારણે મહિલાઓ નીચી ઊતરી શકે એમ નથી. ટ્રકમાં વૃદ્ધ મહિલાઓને નીચે ઊતારવાના કામમાં આ મશીનનો ઉપયોગ થયો છે. વારાફરથી વારા મહિલાઓ આ મશીનમાં સેટ થઈને નીચે ઊતરી રહી છે. આ પ્રકારના જુગાડથી અનેક લોકો પેટ પકડીને હસી રહ્યા છે. નીચે ઊતરતી મહિલાઓ પણ આવી ટેકનિક સામે હસી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp