75 કરોડની ડાયમંડ રીંગથી બેન એફ્લેકે જેનિફર લોપેઝને કરેલું પ્રપોઝ
થોડા મહિના પહેલા જેનિફર લોપેઝ (Jennifer Lopez) અને બેન એફ્લેકે (Ben Affleck) 20 વર્ષ પછી બીજી વાર સગાઈ કરીને પોતાના ચાહકોને મોટું ગીફ્ટ આપ્યું. બંનેને સાથે જોઇને તેમને ચાહવા વાળાની ખુશી સાતમાં આસમાન પર છે. જેનિફરે The JLO.com પર એક શોર્ટ વીડીયોથી એન્ગેજમેન્ટના સમાચાર કન્ફર્મ કરે છે. તેમણે વીડીયોમાં પોતાની રીંગ પણ બતાવી જેના પછી તેની ચર્ચા થવા લાગી.
જેનિફરની આ ગ્રીન ડાયમંડ રીંગ ખુબ જ કિંમતી છે. ત્યારે અહીં અમે તમને જણાવીશું રિંગની કિંમત અને આની ડીટેઇલ. જેનિફર લોપેઝની ડાયમંડ રીંગ 8.5 કેરેટ નેચરલ ગ્રીન ડાયમંડ સેન્ટર સ્ટોનની છે. તે જોવામાં જેટલું અજોડ છે તેની કિંમત પણ તેટલી જ આશ્ચર્યચકિત કરવા વાળી છે. ડાયમંડ પ્રોના CEO MIKE FRIED એ પેજ સિક્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેની અંદાજીત કિંમત જણાવી છે.
જેનિફર લોપેઝની એન્ગેજમેન્ટ રીંગ
MIKEના જણાવ્યા મુજબ 'આ સાઈઝના ગ્રીન ડાયમંડ અનોખા હોય છે અને તેમની (જેનિફર લોપેઝની) આગળની એન્ગેજમેન્ટ રીંગની કિંમત આની સામે ઓછી છે'. આ રીંગની કિંમત 5 મિલિયન ડોલર્સથી વધુ હોઈ શકે છે અને તેની કિંમત 10 મિલિયન ડોલર્સથી પણ વધુ હોઈ શકે છે.
કરોડોમાં છે કિંમત
મિલિયન ડોલર્સ વાળી આ એન્ગેજમેન્ટ રીંગની કિંમત જો ભારતીય કરન્સીમાં બદલવામાં આવે તો, કોઈના પણ હોશ ઉડી જશે. MIKEના કહ્યા મુજબ જો આ રીંગની કીંમત 5 મિલિયન ડોલર્સથી વધુ છે, તો આ ભારતીય કરન્સી મુજબ 37,95,87,500 (37 કરોડ રૂપિયા) હશે, અને જો આની કિંમત 10 મિલિયનથી વધુ છે તો, આ ભારતીય કરન્સી મુજબ 75,91,75,000 (લગભગ 76 કરોડ રૂપિયા) હશે. કરોડોની કિંમત વાળી જેનિફરની આ રીંગમાં બંગલો-ગાડી શું-શું નથી ખરીદી શકાતું.
જેનિફર માટે લક્કી છે ગ્રીન કલર
વાત કરીએ જેનિફર લોપેઝની રીંગના કલરની તો ગ્રીન કલરની આ ડાયમંડ રીંગ જેનિફરનું ખાસ કનેક્શન છે. સિંગરે એક વાર ગ્રીન કલર સાથે પોતાના લગાવ પર વાત કરી હતી. તેણે કહ્યું હતું- 'હું હંમેશા કહું છું કે ગ્રીન રંગ મારો લક્કી રંગ છે' તમને કદાચ મારા કેટલાક લીલા રંગના ડ્રેસ યાદ હશે. મને અહેસાસ થયો છે કે, આવા ઘણા સારા પ્રસંગો મારી જિંદગીમાં આવ્યા છે જયારે મેં ગ્રીન કલર પહેર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp