JIOએ રિચાર્જના ભાવ 15થી 25 ટકા વધારી દીધા, એરટેલે પણ ન રહ્યું પાછળ
લોકસભા 2024ની ચૂંટણી પતી એની સાથે હવે દુધ, શાકભાજી, તેલના ભાવો વધી ગયા અને હવે મોબાઇલનું બીલ પણ વધી જવાનું છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ JIOએ તેના પ્રી પેઇડ અને પોસ્ટ પેઇડ્ પ્લાનમાં 15 ટકાથી 25 ટકાનો વધારો જાહેર કરી દીધો છે. તો હવે એરટેલ કંપનીએ પણ 10 ટકાથી 21 ટકા વધારી દીધા છે. નવા દરો 3 જુલાઇથી અમલમાં આવશે.
રિલાયન્સ JIOએ તેનો સૌથી સસ્તો પ્લાન જે 155 રૂપિયાનો હતો તેમાં વધારો કરીને 189 રૂપિયા કરી દીધા છે અને 239 રૂપિયા વાળા પ્લાનના 299 કરી દીધા છે.
એરટેલ કંપનીએ 179 વાળા પ્લાનના 199 અને 455 વાળા પ્લાનના 509 રૂપિયા કરી દીધા છે. ભાવ વધારાની જાહેરાત પછી રિલાયન્સ અને એરટેલના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp