મહિલાનું બેંક બેલેન્સ જોઇને લૂંટારૂનું પણ દિલ પીગળ્યું, પછી કર્યું કંઇક આવું

PC: thenypost.fcom

તમે આ પહેલા ATM માં ચોરી અને લૂંટની ઘટનાઓ ઘણી સાંભળી હશે, પરંતુ એવી ઘટના સાંભળી છે જેમાં ચોરને જ દયા આવી ગઇ હોય? આવી એક ઘટના ચીનમાં બની જ્યાં ચોરે મહિલા પર તરસ ખાઇને તેના પૈસા પરત કરી દીધા અને ત્યાંથી ખાલી હાથે નીકળી ગયો.

અહીં એક મહિલા ATMમાં પોતાના પૈસા કાઢવા ગઇ, એ દરમિયાન એક ચોર આવ્યો અને તેને ચાકુ બતાવીને પૈસાની માગ કરી હતી. ડરથી મહિલાએ જેટલા પૈસા ATM માંથી કાઢ્યા હતા એ બધા ચોરને આપી દીધા હતા, પરંતુ ચોરને આટલા પૈસાથી સંતોષ ન થતાં તેને મહિલાને વધુ પૈસા કાઢવા માટે દબાણ કર્યું હતું પરંતુ મહિલાએ પૈસા નહી હોવાની વાત કરી હતી.

ચોર છેવટે ન માનતા તેને બેંક બેલેન્સ બતાવવાની વાત કરી હતી. મહિલાએ જ્યારે બેંક બેલેન્સ બતાવ્યું તો ચોર જાણીને ચોંકી ઉઠ્યો કે ખાતામાં એક પણ રૂપિયો ન હતો. આ વાત જાણીને ચોરનું દિલ પીગળી ગયું અને તેને તરત લુંટેલા 1500 યુઆન મહિલાને પરત આપી દીધા હતા.

ચોરે પૈસા પરત કરી દીધા હોવા છતાં પોલીસે તેની અટકાયત કરી હતી, પરંતુ સોશિયલ મીડિયામાં ચોરની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp