‘કિસ કરવાથી જઇ શકે છે મારો જીવ..’, જાણો આ મહિલાએ કેમ બનાવવા પડ્યા સખત નિયમ
સામાન્ય રીતે કિસને પ્રેમ વ્યક્ત કરવાની એક રીત માનવામાં આવે છે. જો કે, પ્રેમની આ અભિવ્યક્તિ બોસ્ટન સ્થિત એક ટિકટોક યુઝરનો જીવ પણ લઇ શકે છે. મહિલાએ પોતે આ વાતની જાણકારી આપી છે. તેણે જણાવ્યું કે, તે માસ્ટ સેલ એક્ટિવેશન સિન્ડ્રોમ (MCAS) નામની એક બીમારીથી પીડિત છે. પોતાના સંભવિત જોખમથી બચાવવા માટે કેરોલીન ક્રે ક્વીને પોતાના પાર્ટનર માટે કેટલાક સખત નિયમ બનાવ્યા છે. તેણે દાવો કર્યો કે, નિયમ તેને એ પણ બતાવે છે કે કોઇ તેની સાથે રહેવા માટે ગંભીર છે કે નહીં.
શું છે નિયમ?
એક ટિકટોક વીડિયોમાં કેરોલીન ક્રે ક્વીને 3 નિયમ બતાવ્યા છે. મહિલાએ જણાવ્યું કે, ‘પહેલો નિયમ એ છે કે તેઓ મને કિસ કરવાના 24 કલાક અગાઉ 6 મુખ્ય એનાફઇલેક્ટિક એલર્જીસ (મગફળી, ઝાડના નટ્સ,તલ, કીવી, સરસવ કે દમુદ્રી ભોજન)માંથી કંઇ પણ નહીં ખાઇ શકે. બીજી નિયમ મને કિસ કરવાના 3 કલાક અગાઉ કંઇ પણ નહીં ખાઇ શકો. ત્રીજા નિયમ મુજબ તે ઇચ્છે છે કે જે વ્યક્તિ સાથે તે કિસ કરશે તે પોતાના દાંતોમાં બ્રશ કરે.’
કેરોલીન ક્રે ક્વીનના જણાવ્યા મુજબ, જો આ બધુ નિશ્ચિત ન કરવામાં આવ્યું તો તેનો અનુભવ દુઃખદ સપનામાં બદલાઇ શકે છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, પોતાની બીમારીના કારણે તેની કોશિકાઓ વસ્તુઓને ખોટી રીતે અને ગંભીર એલર્જીઓના રૂપમાં ઓળખે છે. ક્લીવલેન્ડ ક્લિનિકના એક રિપોર્ટ મુજબ આ બીમારીના કારણે ઝાડા, ઊલટી અને શ્વાસ લેવાની પરેશાની થઇ શકે છે. કેટલા ગંભીર કેસોમાં એ જીવલેણ એનફિલેક્સિસનું કારણ પણ બની શકે છે. કેરોલીન ક્રે ક્વીનને વર્ષ 2017માં MCAS બાબતે જાણકારી મળી હતી.
તેણે વધુમાં જણાવ્યું કે, તે પરેશાની ન વધે તેના માટે ભોજન, પશુઓની ચામડી/રુશિ, મોલ્ડ, ધૂળ, ગરમી અને કેટલીક ખાસ ગંધ જેવા ટ્રિગર્સથી બચે છે. તેણે એક વીડિયોમાં કહ્યું કે, છોકરાઓને કિસ કરવી નિશ્ચિત રૂપે એક જોખમ છે, પરંતુ મારા માટે રોજીંદી જિંદગી એવી જ છે. પરંતુ હું થોડું સમજી-વિચારીને જોખમ લેવાનું પસંદ કરું છું જેથી હું એક પૂર્ણ અને ખુશાલ જીવન જીવી શકું. કેરોલીન ક્રે ક્વીને કહ્યું કે, જો કોઇ તમને કિસ કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરે છે તો તે નિશ્ચિત રૂપે તમારી ચિંતા કરે છે. તે સ્પષ્ટ રૂપે રુચિ રાખે છે અને તે પ્રયાસ કરવા તૈયાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp