એવું તો શું ખાસ છે આ ઉંદરમાં, જેના માટે તેને મળ્યો બહાદુરીનો ગોલ્ડ મેડલ

PC: loksatta.com

અત્યાર સુધી વિવિધ સ્પોર્ટ્સની ગેમ અથવા કોઈ સારા કામ કરવા બદલ લોકોને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હોય તેવું સાંભળ્યું હશે. કોઈક ને ભણતર માટે તો કોઈને ખાસ ક્ષેત્રમા વિશિષ્ટ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવે છે. લોકોને ગોલ્ડ મેડલ મળે તે સમાન્ય વાત છે પરંતુ ક્યારેય કોઈ ઉંદરને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હોય તેવું સાંભળ્યું છે?

બ્રિટનથી એક રોમાંચિત કરી દે તેવી ખબર જાણવા મળી છે, જેના પ્રમાણે એક ઉંદરને ઘણા લોકોની જાન બચાવવા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો છે. ત્યાંની વેટરનરી ચેરિટી કરનારી સંસ્થા પીડીએસએ(PDSA) એ એક આફ્રિકી ઉંદર મગાવાને તેની બહાદુરી અને કર્તવ્ય પ્રત્યે સમર્પિત માટે ગોલ્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

દુનિયામાં એવા ઘણા જાનવર છે, જેમણે લોકોની સુરક્ષામાં અહમ ભાગ ભજવ્યો છે. હવે આ શ્રેણીમાં ઉંદર મગાવાએ પણ પોતાની મંડળીનું નામ ઉમેરાવી દીધું છે. બેલ્જીયમમાં રજીસ્ટર્ડ ચેરિટી સંસ્થા એપીઓપીઓ(APOPO) દ્વારા ટ્રેનિંગ આપવામાં આવેલા મગાવાએ કમ્બોડિયામાં 39 દારૂગોળાની સુરંગો અને 28 વિસ્ફોટકોની બાતમી આપી હતી. આ અવોર્ડથી અત્યાર સુધીમાં કુલ 30 જેટલા જાનવરોને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં મગાવા પહેલું ઉંદર છે. મગાવાને હીરો રેટ ના ખિતાબથી પણ નવાજવામાં આવ્યો છે. મગાવાએ પોતાના સાત વર્ષના કાર્યકાળમાં 39 લેન્ડ માઈન્સની જાણ કરી હતી અને તેને નષ્ટ કરી દેવામાં આવી હતી.

મગાવા હાલ આઠ વર્ષનો છે અને છેલ્લા સાત વર્ષથી કમ્બોડિયામાં કામ કરી રહ્યો છે. આફ્રિકી જાયન્ટ પાઉચ્ડ ઉંદરની નસ્લના મગાવાનું વજન ઓછું છે અને જો તે કોઈ પણ દારૂગોળાના સુરંગ ઉપર પણ પહોંચી જાય છે તો પણ તેમાં વિસ્ફોટ થતો નથી. તે ટેનિસ કોર્ટ જેટલા મોટા મેદાનની તપાસ કરવામાં માત્ર 20 મિનિટનો સમય લે છે.

મગાવાએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ કમ્બોડિયામાં 15 લાખ વર્ગ ફૂટના વિસ્તારને દારૂગોળી સુરંગોથી મુક્ત બનાવવામાં મદદ કરી છે.આ જગ્યાની તુલના તમે 20 ફૂટબોલના પીચ જેટલું થાય છે. મગાવા જેવા ઉંદરોને ટ્રેનિંગ આપવામાં આવે છે કે વિસ્ફોટકોમાં કેવી રીતે રસાયણ તત્વોની ભાળ મેળવવી અને બેકાર પડેલી ધાતુને ધ્યાનમાં ન લેવી. તેનાથી જલદીથી તેમને દારૂગોળાની સુરંગોની ખબર પડી જાય છે. તેમની આ ટ્રેનિગમાં એક વર્ષ જેટલો સમય લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp