લો ઓફ અટ્રેક્શન તમારા પર કામ કરે છે તેના આ છે 7 સંકેતો

PC: medium.com

નવો કોન્સેપ્ટ લો ઓફ અટ્રેક્શન એટલે કે તમે દુનિયામાં જે એનર્જી નાંખો તે તમને મળે છે. તમે જે પ્રકારના વિચારો વારંવાર તમારી એનર્જીમાં નાંખો તેવા અનુભવો તમને થશે કારણ કે તમે જ તે વિચારોનું સર્જન કર્યું છે. કોઈપણ વસ્તુ પોસિબલ કરવા માટે તમારે તેને પહેલા પોતાના વિચારોમાં લાવવી પડશે, જે વિઝનમાં બદલાશે અને પછી તેના પર કામ શરૂ થશે.

માટે તમે જો નેગેટિવ વ્યક્તિ કે વિચારો પર ફોકસ કરશો તો તમને નેગેટિવ અનુભવો થશે. પણ જો તમે તમારું ફોકસ પોઝીટિવ વસ્તુઓ પર રાખો તો તમને દેખાશે કે તમારી સાથે બધું પોઝીટિવ થવા લાગશે. આ કોન્સેપ્ટ ફેમસ બુક અને ફિલ્મ ‘ધ સિક્રેટ’ પરથી પ્રચલિત થયો છે. બ્રહ્માંડના સત્ય પર પ્રકાશ નાંખ્યાની સાથે સાથે કઈ રીતે તેને મેળવી શકાય તેના પર ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે.

આ લો કામ કરે છે કે નહીં તે જાણવા આ પોઈન્ટ્સ પર ધ્યાન આપોઃ

તમે બધી વસ્તુઓને વધુ ફાસ્ટ જોવો છો

લાઈફ પાસેથી તમને જે આશા છે તે બાજુ તમે જોવા લાગશો તો તમને ગમતી વસ્તુઓ તમારી સામે આવશે. તમારા મગજની નેગેટીવિટી તરફ વળતી બારી જો તમે બંધ કરી દીધી હોય અને પોઝીટિવિટીનો દરવાજો ખોલ્યો હોય તો તમે આ ટેકનિકનું એક પગલું ભરી લીધું છે. તમારી લાઈફ પાસેની વસ્તુઓ પર જેમ તમે વધુ ફોકસ રાખવા માંડો છો તે વસ્તુ તેટલી જ જલ્દી તમારી સામે આવતી દેખાય છે. ધીરે-ધીરે બધું જ થાળે પડતું દેખાય છે.

બદલાવ માટે તમે તૈયાર છો

તમે કોઈ વ્યક્તિ કે પરીસ્થિતિથી ભાગવાની કોશિશ કરશો તે તેટલું જ વધુ તમારી સામે આવશે. તમે જ્યાં સુધી નીડર બની તેનો સામનો નહીં કરો ત્યાં સુધી એ તમારી પાછળ ફર્યા કરશે. આપણે બધા જ આ દુનિયામાં પોતાના સોલને વધુ ઉચ્ચ બનાવવા આવ્યા છીએ અને તે ત્યારે જ બનશે જ્યારે આપણે આપણા જુના વિચારો ભૂલીને આગળ વધીશું. માટે જે આવે તેનો સામનો કરીને તેની સાથે સાથે વહેવાની કોશિશ કરો. ડર, હાર, અનિશ્ચિતતા બધાનો સ્વીકાર કરો કારણ કે આગળ જઈને તમને જે જોઈએ છે તે મેળવવાના રસ્તામાં આ બધાનું જ્ઞાન કામ લાગશે.

તમારું ધ્યાન વર્તમાનમાં રાખો

મોટાભાગે આપણે જીવનમાં એવું જ માનીએ છીએ કે ભવિષ્ય ખુબ મહત્ત્વ ધરાવે છે, જ્યારે વર્તમાનનું કોઈ મહત્ત્વ નથી. જો તમે તમારે લાઈફને સાચી દિશા બતાવી હશે તો તમને ખબર પડશે કે તમે હવે વર્તમાનમાં જીવવાનું શરૂ કર્યું છે. દરેક ક્ષણમાં જીવો અને તેમાંથી મળતી શીખને સાથે લઈને ચાલો.

હવે તમને જ્યારે પણ ભવિષ્યના વિચારો આવે તો તેને વાળીને વર્તમાનમાં લઈ જવાનું તમને આવડે છે.

તમે શું ઈચ્છો છો તે ભ્રહ્માંડને કહેતા ડરતા નથી

તમે પરી, આત્મા, પરમાત્મા જેમાં પણ વિશ્વાસ રાખતા હોવ પણ હવે તમે ભ્રહ્માંડને કહેતા ડરતા નથી કે તમને શું જોઈએ છે અને તમે તેના પર કામ કરો છો. જીવનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તેમ તમને લાગે તો તમે ગાઈડન્સ માંગો છો. તમે જેમ પોતાની સાથે કે તમારી પરી સાથે વધુ ઉંડાણમાં વાત કરશો તેમ તમારા જીવનનો રસ્તો ક્લીયર થતો જશે.

વધુ પોઝીટિવ એનર્જી અનુભવો છો

તમારા દિલમાં જે કંઈ પણ નેગેટીવિટીનો ભાર હતો તે ઓછો થઈ ગયો છે. જે વસ્તુઓ તમને પહેલા સતાવતી હતી તે જતી રહી છે. સવારે ઉત્સાહ સાથે ઉઠો છો. તમને ખબર છે કે ભ્રહ્માંડ તમારી પાછળ રક્ષા માટે છે માટે કોઈપણ નેગેટિવીટી વગર તમારો દિવસ પસાર કરો છો.

તમે શાંતિ અનુભવો છો

તમારી આસપાસ ભલે જે કંઈ પણ થઈ રહ્યું હોય, તમે તમારી લાઈફમાં શાંતિ અનુભવો છો. તમે તમારી અંદર એટલું સારું ફીલ કરો છો કે બાહરી વાતો તમને હલાવી નથી શકતી. તમારી લાઈફમાં તમને બેલેન્સ મળી ગયું છે. તમારું કંઈક છુટી રહ્યું છે તેવું તમને નથી લાગતું અને બ્રહ્માંડ સાથે તમારું કનેક્શન વધી રહ્યું છે, જે તમારી લાઈફમાં ખુશી લાવે છે. આખરે જીવન સારું છે તેવું તમે કહી શકો છો.

તમારી સાથે બધું સારું થયા કરે છે

પોતાની અંદર જોઈને તમે શા માટે દુનિયામાં આવ્યા છો તે જોયા પછી તમને બધું સહેલું લાગે છે. તમે સાચા સમયે સાચા લોકોને મળો છો, તમને સ્પીરિચ્યુઅલી આગળ વધારે તેવી જગ્યાએ તમે જાવ છો, તમે હેલ્ધી બનો છો, ફાઈનાન્શિયલી પણ આગળ વધો છો વગેરે. જોકે સાચો માર્ગ તકલીફો વગરનો હોય છે તેવું નથી પણ ખરાબ કરતા સારું વધુ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp