જાણો ઇતિહાસમાં 17 એપ્રિલનું મહત્ત્વ...

PC: indiatimes.in

આજના દિવસે વર્ષ 1975મા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું મૃત્યુ થયું હતું. તેમને ભારતના સૌથી મોટા ફિલોસોફર ગણવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું માનવું હતું કે દેશમાં સૌથી સારી બુદ્ધિ ધરાવતા વ્યક્તિએ શિક્ષક બનવું જોઈએ. જો તેમની આ વાત પર અમલ થયો હોત તો આજે આપણો દેશ વિકસીત દેશોના નામની લિસ્ટમાં સ્થાન પામ્યો હોત.

 

આજના દિવસે વર્ષ 1790મા વૈજ્ઞાનીક, લેખક અને રાજનેતા બેન્જમીન ફ્રેન્કલીનનું મૃત્યુ થયું હતું. બેન્જમીન ફ્રેન્કલીને એ સાબિત કર્યું હતું કે મેઘ વિદ્યુત એટલે કે લાઈટનિંગ એ એક પ્રકારની વીજળી જ હોય છે. તેમણે વાવાઝોડા દરમિયાન પતંગ ચગાવીને આ પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગને પતંગ પ્રયોગ તરીકે ઓળખાય છે. જેવી રીતે ભારતીય કરન્સી પર ગાંધીજીનો ફોટો હોય છે તેવી રીતે અમેરિકન ડોલર પર બેન્જમીન ફ્રેન્કલીનનો ફોટો હોય છે.

 

આજે વર્લ્ડ હેમોફીલિયા ડે છે. હેમોફીલિયા બીમારી મોટાભાગે જન્મજાત હોય છે અને ઘણી વાર આ બીમારી એક જ પરિવારમાં ઘણા લોકોને હોય છે. દુનિયામાં 69 લાખથી વધુ લોકો આ બીમારીથી પીડાય છે. આ બીમારીમાં દર્દીનો ઘા રુઝાતો નથી અને જ્યારે ઓપ્રેશન કરવામાં આવે ત્યારે લોહી વહેતું અટકતું નથી. આ બીમારીથી પીડાતા લોકોમાંથી 75% લોકોને આ બીમારી વિષે સંપૂર્ણ માહિતી નથી.

 

વર્ષ 2014મા કોલંબિયાના પ્રખ્યાત લેખક અને શોર્ટ સ્ટોરી લખનાર ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝનું મૃત્યુ થયું હતું. તેમણે જ મેજિક રીયાલીઝમની શરૂઆત કરી હતી, જેમાં વાસ્તવિક સ્ટોરીને કાલ્પનિક રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp