જાણો ઈતિહાસમાં 28 માર્ચનું મહત્ત્વ

PC: wikimedia.org

વર્ષ 1930મા આજના દિવસે તૂર્કીના બે મોટા શહેરોના નામ બદલવામા આવ્યા હતા. તૂર્કીની રાજધાની અંગોરાને અંકારા અને કોન્સ્ટન્ટિનોયલને બદલીને ઈસ્તાનબુલ રાખવામા આવ્યું. તૂર્કીના આ બે મોટા શહેરોના નામ બદલવા એ એક સૌથી મોટું ક્રાંતિકારી પગલું હતું અને તેને આધુનીકતા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તેનો ક્રેડીટ આધુનિક તૂર્કીના સ્થાપક મુસ્તફા કમાલ અતાતુર્કને આપવામાં આવે છે.

વર્ષ 1965મા આજના દિવસે અમેરિકામાં કાળા લોકોના અધિકારો માટે માર્ટીન લ્યુથર કિંગ જુનિયરે ઐતિહાસિક કુચ કરી હતી. આ પ્રદર્શન અમેરિકામાં સમાન નાગરીક અધિકારનો કાનુન બન્યાના થોડા મહિના પછી થયુ હતું કારણ કે કેટલાક રાજ્યોએ આ કાનુન પાસ કરતા ન હતા. માર્ટીન લ્યુથર કિંગ જુનિયરને અમેરિકાના ગાંધી પણ કહેવાય છે.

ડેપ્યુટી કમીશ્નર ઓફ પોલીસ બનવાવાળા પહેલા ભારતીય કવાસજી જમશેદજી પેટીગરાનું મૃત્યુ આજના દિવસે વર્ષ 1941મા થયું હતું. તેઓ 1928મા મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશ્નર અંગ્રેજ સરકાર દ્વારા નિયુક્ત કરાયા હતા. બ્રિટીશ સરકારના વફાદાર હોવા છતાં ભારતીય ક્રાંતિકારીઓ તેમની ખૂબ જ ઈજ્જત કરતા હતા. ખાસ વાત એ છે કે 1931માં ગાંધીજી જ્યારે લંડન જવા આવેદન આપ્યું ત્યારે તેમણે કવાસજી જમશેદજીનો રેફરન્સ આપ્યો હતો. ખાન બહાદુરના નામે પ્રખ્યાત કવાસજી જમશેદજીને તેમના યોગદાન માટે બ્રિટીશ સરકારે કેસર એ હિન્દ, ઈમ્પીરીયલ સર્વીસ ઓર્ડર, કમ્પેનિયન ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર અને કિંગ્સ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp