લગ્નના આમંત્રણ સાથે મોકલી દારૂની બોટલ, ચખના અને મિનરલ વોટર, વીડિયો થયો વાયરલ

PC: telugu.samayam.com

આજકાલ લોકો પોતાના લગ્નના આમંત્રણ પત્રિકા પાઠળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ગયા વર્ષે અનિલ અંબાણીના છોકરા અને છોકરીના લગ્નની આમંત્રણ પત્રિકા ઘણી ચર્ચામાં આવી હતી. તેવી જ રીતે હાલમાં કોરોના દરમિયાન મહારાષ્ટ્રમાં એક લગ્નનું અનોખું આમંત્રણ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. આ લગ્નનું કાર્ડ એટલા માટે ઘણી ચર્ચામાં છે કારણ કે લગ્નના આમંત્રણ પત્રિકાની સાથે મહેમાનોને એક બોક્સ આપવામાં આવી રહ્યું છે અને આ બોક્સ ખોલતાની સાથે જ અંદરથી સૌને ચોંકાવી દેનારો નજારો જોવા મળશે.

આ બોક્સની અંદર મહેમાનોને દારૂની બોટલ, તેની સાથે ચખના અને મિનરલ વોટરની બોટલ આપવામાં આવી રહી છે. અસલમાં આ મામલો મહારાષ્ટ્રના ચંદ્રપુર વિસ્તારનો છે. કાર્ડની ઉપર પહેલા પાના પર ગણેપતિનો ફોટો છાપવામાં આવ્યો છે. તેના પછીના પાનામાં લગ્નની તારીખ અને કાર્યક્રમ અંગેની જાણકારી આપવામાં આવી છે. તેના પછી જે સામે આવે છે તે સૌને હારન કરી દે તેવું છે. લગ્ન આમંત્રણ પત્રિકાની નીચે દારૂની બોટલની સાથે ચખના નીકળશે. એટલું જ નહીં તેની સાથે મિનરલ વોટરની બોટલ પણ આપી છે. આખી ઘટના અને કાર્ડનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શરૂ થી અંત સુધી કાર્ડને વિગતવાર દેખાડવામાં આવ્યું છે. દિલચસ્પ વાત એ છે કે આ ઘટના જે જિલ્લામાં થઈ છે ત્યાં દારૂબંધી છે.

આ વીડિયો સામે આવ્યા પછી દારૂ બંધી પર સવાલો ઉઠ્યા છે. લોકો આ ઘટના પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ ઘટનાની તપાસ કરવા માટે મીડિયાના લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. કાર્ડ છપાવનારા વ્યક્તિને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે આ કાર્ડ તેના પુત્રના લગ્નનું છે. આ લગ્ન ચંદ્રપુરની એક હોટેલમાં થયા હતા. પરંતુ દારૂબંધી હોવાને લીધે ચંદ્રપુરમાં આ કાર્ડ કોઈને આપવામાં આવ્યું નથી.

આ કાર્ડ નાગપુર અને તેની આસપાસના તેમના ખાસ સંબંધીઓને આપવામાં આવ્યું હતું. કોઈ સંબંધીએ જ આ વીડિયો વાયરલ કર્યો હતો. જિલ્લામાં દારૂબંધીને લીધે ચંદ્રપુરમાં જે કાર્ડ વહેંચવામાં આવ્યા હતા, તેમાં દારૂને બદલે ડ્રાયફ્રૂટ્સ મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે ડ્રાય ફ્રૂટસવાળા કાર્ડ પણ બતાવ્યા હતા. હાલમાં આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેની પર લોકો વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. ઘણા તેનો મજાક ઉડાવી રહ્યા છે, જ્યારે ઘણા તેની આલોચના પણ કરી રહ્યા છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp