દુનિયાના એ 5 દેશ જ્યાં નથી એક પણ એરપોર્ટ, આ રીતે કરે છે લોકો વિમાનયાત્રા

PC: analyticstraining.com

દુનિયામાં ઘણા એવા દેશ છે જેના સૌદર્યની ચર્ચા કાયમ થતી રહે છે. આ સિવાય ત્યાંના કુદરતી નઝારા પણ દુનિયાભરમાં જાણીતા છે. પરંતુ, દુનિયામાં કેટલાક એવા પણ દેશ છે જેની એક અલગ ઓળખ છે. આમ તો દરેક દેશ એવું ઈચ્છે છે કે, એક ઈન્ટરનેશનલ એરપોર્ટ એમની પાસે હોય. જેથી લોકોને વિદેશ યાત્રા કરવામાં સરળતા રહે. પરંતુ, દુનિયામાં પાંચ દેશ એવો છે જ્યાં એક પણ એરપોર્ટ નથી છતાં લોકો વિદેશ પ્રવાસ કરે છે. આટલું વાંચ્યા બાદ એ પણ સવાલ થાય કે, કેવી રીતે આ શક્ય બનતું હશે?

અંડોરા

યુરોપનો છઠ્ઠો અને સૌથી નાનો દેશ. દુનિયાના સૌથી નાના દેશની યાદીમાં તેનો ક્રમ 16મો છે. જે આશરે 468 વર્ગકિમીમાં ફેલાયેલો છે. આ દેશની વસ્તી 85,000 છે. આ દેશમાં એક પણ એરપોર્ટ નથી. પરંતુ, આ દેશ પાસે ત્રણ પ્રાઈવેટ હેલિપેડ છે. સૌથી નજીક સ્પેનમાં બાર્સેલોના એરપોર્ટ છે. જે આ દેશથી 200 કિમી દૂર છે. તેમ છતાં અહીં લાખોની સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે.

લીસ્ટેંસ્ટિન
આ પણ યુરોપનો એક દેશ છે. જે એસ્ટ્રિયા અને સ્વિત્ઝરલેન્ડની વચ્ચે આવેલો છે. જે 160 કિમીમાં ફેલાયેલો છે. આ દેશના મોટાભાગના લોકો જર્મન ભાષા બોલે છે. એક પ્રાચીન દેશ તરીકે દુનિયાના લોકો આ દેશને ઓળખે છે. પાષાણ યુગના સમયથી અહીંના લોકો પ્રવાસ કરી રહ્યા છે એવા પુરાવા છે. આ દેશમાં પણ એક પણ એરપોર્ટ નથી. અહીં એક હેલીપેડ છે. સ્વિત્ઝરલેન્ડનું ઝ્યુરિક એરપોર્ટ અહીંથી સૌથી નજીક છે.

મોનાકો

પશ્ચિમ યુરોપનો આ સૌથી નાનો દેશ છે. જેને દુનિયાનો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. આ દેશ ફ્રાંસ અને ઈટાલીની વચ્ચે આવેલો છે. અહીં કરોડપતિ લોકોની સંખ્યા વિશ્વના બાકીના દેશ કરતા વધારે છે. તેમ છતાં આ દેશમાં કોઈ એરપોર્ટ નથી. સૌથી નજીકનું એરપોર્ટ Nice એરપોર્ટ છે, જે આ દેશથી 30 કિમી દૂર છે.

સેન મેરિનો

આ પણ યુરોપમાં આવેલો એક દેશ છે. જેને યુરોપનું સૌથી જુનુ ગણરાજ્ય માનવામાં આવે છે. આ સિવાય પણ તે દુનિયાના સૌથી નાના દેશ પૈકીનો એક છે. આ દેશમાં હાલમાં કોઈ એરપોર્ટ નથી. અહીં એક હેલીપેડ અને એરફિલ્ડ છે. સૌથી નજીકનું એરપોર્ટ ઈટાલીમાં છે, જેનું નામ Federico Fellini છે.

વેટિકન સિટી

વેટિકન સિટી દુનિયાનો સૌથી નાનો દેશ છે. રોમકેથલિક ચર્ચનું મુખ્ય કેન્દ્ર પણ વેટિકનમાં છે. આ ઉપરાંત આ સંપ્રદાયના ધર્મગુરુ પોપ પણ આ શહેરમાં રહે છે. પણ અહીંયા એક પણ એરપોર્ટ નથી. હકીકતમાં આ દેશ જ એટલો નાનો છે કે, ક્યાંય એરપોર્ટ બનાવવા માટે કોઈ જગ્યા નથી. અહીં સૌથી નજીકનું એરપોર્ટ રોમમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp