કોમેડિયન ઝાકીર ખાનની પિતા વિશે કહેલી વાતો સાંભળી તમારી આંખોમાં આંસુ આવી જશે

PC: ggpht.com

જ્યારે પણ બાળકના ઉછેરની વાત આવે ત્યારે પ્રથમ માતાના બલિદાનની યાદ આવે છે. પિતાનું બલિદાન અને સહકાર મોટાભાગે છુપાયેલો જ રહી જાય છે કારણ કે માતા ઘણીવાર બાળક માટેનો પ્રેમ વ્યક્ત કરે છે પરંતુ પિતા તેના પ્રેમને વ્યક્ત કરી શકતો નથી. પિતાના ગુસ્સા અને કઠોર શિસ્ત પાછળ જે છુપાયું હોય છે તે તેમના બાળકો માટે અપાર સ્નેહ અને તેને પોતાના કરતાં વધુ સારા બનાવવાનું એકમાત્ર સ્વપ્ન હોય છે.

પોતાના પિતાના આવા જ નાના-નાના કિસ્સા સંભળાવીને ઝાકિર ખાને પોતાનો વીડિયો 'પાપા પ્લીઝ પ્રીચ મી મોર' દ્વારા એ જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે એક પિતા પોતાના બાળકો માટે ચૂપચાપ કેટલું કરે છે. આમ તો ઝાકિર ખાનના અન્ય વીડિયો જોઇને આપણે પેટ પકડીને હસવા લાગીએ છીએ પણ આ વખતે ઝાકિર ખાને જે વીડિયો પોસ્ટ કર્યો છે તે જોઇને તમારી આંખો ભીની થઈ જશે.

ઝાકીર જણાવે છે કે બાળપણમાં એકવાર તે અમિતાભ બચ્ચન સાથે ફોટો પડાવવા માંગતો હતો પણ તેના પિતાએ તેને પડાવવા ન દીધો. તેમના પિતાના વિચાર અનુસાર ઝાકિર તેમના માટે શરૂઆતથી જ એક સેલિબ્રટી છે અને તેમણે ક્યારેય ઝાકિરને કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી માન્યો. કદાચ દરેક પિતા એવું જ માનતા હોય છે કે તેમનું બાળક તેમના માટે શ્રેષ્ઠ છે.

ત્યારબાદ ઝાકિર પોતાની તે ઉંમર વિશે સમજાવે છે જે ઉંમરમાં બાળકને લાગે છે કે તે બહુ મોટો થઈ ગયો છે અને તેને પોતાના પિતાની દરેક વાત પર ગુસ્સો આવતો હોય છે. આ કિસ્સો સંભળાવતા તે કહે છે કે, 'ઘણીવાર પિતા પોતાની લાગણીઓને એટલે છુપાવે છે જેથી બાળકને ખોટું ન લાગે પરંતુ હકીકતમાં તેઓ તેમના બાળકોની દરેક હાર અને જીતને લઇને ખૂબ લાગણીશીલ હોય છે. આપણી નાની-નાની ખુશીઓ માટે પિતા કંઈ કહ્યા વગર જ ઘણું બધું કરે છે. આપણને ખબર પણ નથી પડતી કે આપણે જે રમકડાં માટે જીદ કરી રહ્યા હોઇએ છીએ અથવા જે મોંઘી વસ્તુ લેવાની ઈચ્છા રાખી રહ્યા છીએ તે અપાવવા માટે આપણા પિતાને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.' આમ, કોમેડિયન ઝાકિરે આ વાત થકી દર્શકોને લાગણીશીલ બનાવી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp