50 વર્ષથી નથી પીધું પાણી, માત્ર એક વસ્તુ પર જીવિત છે 60 વર્ષીય વૃદ્ધ

PC: mirror.co.uk

દુનિયામાં એકથી એક અજીબ લોકો રહે છે, જે પોતાની ટેવોથી બધાને હેરાન કરી દે છે. હાલના દિવસોમાં એવા જ એક 70 વર્ષીય વૃદ્ધ ચર્ચામાં છે. બ્રાઝીલના આ વ્યક્તિનો દાવો છે કે તેણે છેલ્લા 50 વર્ષોમાં એક ટીપું પણ પાણી પીધું નથી, પરંતુ તે પોતાના શરીરમાં પાણીની કમી પૂરી કરવા માટે પૂરી રીતે કોકા કોલા પર નિર્ભર છે. તે માત્ર કોકા કોલા પીયને જીવિત છે, જ્યારે તેને ડાયાબિટીસ અને હાર્ટ બંનેની પરેશાનીઓ છે. રોબર્ટો પેડ્રેઇરા, કદાચ દુનિયાના નંબર-1 કોકા કોલા ફેન છે.

હાલમાં જ કોકા કોલા પ્રત્યે પોતાના પ્રેમના કારણે તે ઓનલાઇન વાયરલ થઈ ગયો છે, કોરોના વાયરસના કારણે હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન તેણે પોતાની દેખરેખ ચાર્ટમાં લખ્યું હતું કે તે કોઈ લિક્વિડ દવા નહીં લે, માત્ર કોકા કોલા ઝીરો પીશે. આ ચાર્ટની એક તસવીર કોઈક પ્રકારે ફેસબુક અને X (અગાઉ ટ્વીટર) જેવા સોશિયલ નેટવર્ક પર પહોંચી ગઈ અને વાયરલ થઈ ગઈ. શરૂઆતમાં લોકોને લાગ્યું કે એ માત્ર એક મજાક છે, પરંતુ એક વ્યક્તિના 27 વર્ષીય પૌત્રએ પુષ્ટિ કરી કે જ્યાં સુધી તેને યાદ છે રોબર્ટો પેડ્રેઇરાએ કોક સિવાય કશું જ પીધું નથી.

તેણે હાલમાં જ G1 ગ્લોબોને જણાવ્યું કે, તેને પાણીથી એટલી નફરત છે કે તેણે અડધી સદીથી તેનો સ્પર્શ પણ કર્યો નથી. ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હોવા છતા તે એ વાત પર ભાર આપે છે કે જો કોક તેના માટે ખરાબ હોત તો અત્યાર સુધી તેનું મોત થઈ ચૂક્યું હોત. તેણે કહ્યું કે, હું જ્યારે પણ ડૉક્ટર પાસે જાઉ છું તો મને પાણી પીવાની સલાહ આપે છે, પરંતુ મેં આ બાબતે પોતાના હૃદય રોગ વિશેષજ્ઞ અને પોતાના એન્ડોક્રિનોલૉજિસ્ટ પાસે સલાહ લીધી.

તેણે કહ્યું કે, હું પોતાની દવા પણ કોક સાથે લઉં છું. પાણી સાથે કંઇ જ નહીં. એક ટીપું પણ નહીં. એ જુઠ્ઠું લાગે છે. જે કોઈ પણ તેને બહારથી જોશે તો તેને તેના પર વિશ્વાસ નહીં થાય, પરંતુ હું પાણીને અડતો પણ નથી. તેને ડાયાબિટીસ છે. તેને હાર્ટ એટેક આવી ચૂક્યા છે અને તેમના દિલમાં 6 સ્ટેન્ટ છે, પરંતુ તેણે ક્યારેય કોકા કોલાથી પાણી તરફ સ્વિચ કરવા બાબતે વિચાર્યું પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp