ચિકન ટીક્કા મસાલા પિત્ઝા હતી એવી વસ્તુ કે વ્યક્તિનું થયું નિધન
દુનિયાભરમાં લોકો પિત્ઝા ખાવાનું પસંદ કરે છે. આ અલગ અલગ ફ્લેવર્સમાં મળે છે, પરંતુ એક વ્યક્તિનું પિત્ઝા ખાવાથી મોત થઈ ગયું. તેણે પૂરી એક સ્લાઈસ પણ ખાધી નહોતી, કેટલીક બાઇટ જ લીધી હતી. તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે, જે ખૂબ હેરાન કરી દેનારું છે. વ્યક્તિની જ્યારે તબિયત ખરાબ થઈ હતી, ત્યારે તેણે ડૉક્ટરને ફોન કરીને પૂછ્યું હતું કે શું મારું મોત થઈ જશે? ત્યારબાદ એવું જ થયું.
તેણે જે પિત્ઝા ખાધા હતા, તેને બનાવવામાં મગફળીનો ઉપયોગ થયો હતો. 23 વર્ષીય જેમ્સ સ્ટુઅર્ટ એટકિન્સનને મગફળીથી એલર્જી હતી. તેણે ચિકન ટિક્કા મસાલાની એક સ્લાઇસથી પણ ઓછું ખાધું હતું. ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ, ત્યારે તેની તબિયત બગડવા લાગી. તેમણે પોતાના માટે એમ્બ્યુલન્સ બોલાવી. જેમ્સ ઈંગ્લેન્ડના લીડ્સનો રહેવાસી હતો. જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવી તે બેહોશ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ તેનું મોત થઈ ગયું.
મોતના આ મામલાની તપાસમાં ખબર પડી જે જેમ્સ, તેમના ફ્લેટમેટ અને એક મિત્રએ ન્યૂકલ્સના દદયાલ રેસ્ટોરાંથી 10 જુલાઇ 2020માં પિત્ઝા ઓર્ડર કર્યો હતો. જેમ્સને વર્ષ 2010માં મગફળીથી એલર્જી થઈ હતી. તે ઈન્ટરનેટ પર ઇંગ્રીડિએન્ટ સર્ચ કરી બાદ જ કંઈક ખાતો હતો, પરંતુ તેણે પિત્ઝા ઇંગ્રીડિએનટ્સ બાબતે રેસ્ટોરાંને ન પૂછ્યું. હવે કોર્ટ આ કેસમાં સુનાવણી કરી રહી છે. અહી જેમ્સના મિત્રએ જણાવ્યું કે, તેણે એલર્જીને સારી કરવા માટે ઇન્જેક્શન શોધી, પરંતુ ક્યાંય ન મળી.
પેથોલોજિસ્ટ જેનિફર બોલ્ટને સુનાવણીમાં જણાવ્યું કે ખાવાની તપાસમાં તેમાં મગફળી મળી આવી હતી. તેમણે કહ્યું કે, મગફળીથી જે પણ વ્યક્તિને એલર્જી છે, તેના શરીર પર તેની ખરાબ અસર પડવા માટે જેટલી મગફળીનું સેવન પૂરતું છે એટલું આ પિત્ઝામાં મળેલું હતું. મેડિકલ તપાસમાં પેટમાં પણ મગફળીના ટુકડા મળી આવ્યા છે. જેમ્સના ઘર પર તેની સારવાર કરનાર સ્ટીફન ગિલેસ્પીએ સોમવારે એક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, તેને યાદ છે કે જેમ્સે ફોન પર મગફળીનો ઉલ્લેખ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp