આ વ્યક્તિએ માથા પર કોતરાવ્યું QR કોડ ટેટૂ, લોકો બોલ્યા-હું રાહ જોઈ રહ્યો છું...

PC: indiatimes.com

આજકાલ સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો સામે આવે છે, જે લોકોને હેરાન કરી દે છે. એવો જ એક વીડિયો આ સમયે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને પોતાના માથા પર QR કોડનું ટેટૂ બનાવતો જોઈ શકાય છે. તેને લઈને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ હેરાની વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે વ્યક્તિએ એવું શા માટે કર્યું? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિને પોતાના માથા પર ટેટૂ બનાવડાવતો જોઈ શકાય છે. તેને જોયા બાદ લોકો જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વીડિયોની શરૂઆતમાં તમે વ્યક્તિને ઊંઘતો જોઈ શકો છો. તે પોતાના માથા પર ટેટૂ બનાવડાવી રહ્યો હોય છે. વીડિયોમાં દેખાડવામાં આવે છે કે માથા પર QR કોડ કેવી રીતે બને છે. સૌથી પહેલા સ્ટીકરથી QR કોડ માથામાં છાપવામાં આવે છે. ત્યારબાદ નીડલમાં ઇન્ક ભરીને તેને કોતરવામાં આવે છે. આ દરમિયાન વ્યક્તિના ચહેરાને જોઈને કહી શકાય છે કે ટેટૂ બનાવતી વખત તેને ખૂબ દર્દ થઈ રહ્યું છે. ટેટૂ આર્ટિસ્ટ ટેટૂ બનાવવાનું ચાલુ રાખે છે. ટેટૂ બન્યા બાદ આર્ટિસ્ટ દેખાડે છે કે એ કઇ રીતે કામ કરે છે.

 
 
 
View this post on Instagram

A post shared by UNILAD (@unilad)

તો આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 26 ફેબ્રુઆરીએ શેર કરવામાં આવ્યો હતો. તેને થોડા કલાકોમાં જ 2 મિલિયન વ્યૂઝ મળી ગયા અને તેને 10 હજારથી વધુ લાઇક્સ અને કમેન્ટ્સ પણ મળ્યા છે. ટેટૂ આર્ટિસ્ટે પોતાના આ વીડિયોથી લોકોને હેરાન કરી દીધા છે. તેમાં દેખાડવામાં આવ્યું છે કે QR કોડવાળું ટેટૂ આખરે કેવી રીતે કામ કરે છે. આર્ટિસ્ટ ટેટૂને સ્કેન કરે છે, ત્યારબાદ એ વ્યક્તિનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખૂલી જાય છે. વીડિયોના અંતમાં આ વ્યક્તિ અને ટેટૂ આર્ટિસ્ટ બંને કેમેરા તરફ હસતા નજરે પડે છે.

વીડિયો પર ઘણા બધા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, 'આ તો સારો આઇડિયા છે. ચિપ લગાવવી કે ટેટૂ બનાવવું, બરાબર એવી જ રીતે જેમ નાઝીઓએ લોકોની ઓળખ માટે કર્યું હતું.' અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, આ તો નકલી લાગી રહ્યું છે. ત્રીજા યુઝરે તેને બેકાર બતાવ્યું. વીડિયો પર એક વ્યક્તિએ લખ્યું કે, હું તો રાહ જોઈ રહ્યો છું કે આ અકાઉન્ટને ઇન્સ્ટાગ્રામ જ બેન કરી દે.'એક અન્ય યુઝરે લખ્યું કે, શું થશે જો તે પોતાનું અકાઉન્ટ ગુમાવી દે.' આ અગાઉ સમાચાર આવ્યા હતા કે એક વ્યક્તિએ હોથીના નીચેના હિસ્સાની અંદર પોતાની ગર્લફ્રેન્ડના નામનું ટેટૂ બનાવડાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp