કાર ચલાવતા કેવી રીતે ફાટી ગઈ વ્યક્તિની શ્વાસ નળી? દુનિયાની પહેલી ઘટના

PC: twitter.com

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કંઇ ખાધા પીધા વિના અચાનક કોઈ સારા એવા વ્યક્તિના ગળાની અંદરથી શ્વાસ નળી ફાટી ગઈ હોય? નહીં સાંભળ્યું હોય કેમ કે એ જરાય સામાન્ય નથી, પરંતુ એક એવી ઘટના સામે આવી છે અને એ દુનિયાની પહેલી ઘટના છે. BMJ જર્નલ્સમાં છપાયેલી આ ઘટનામાં એ પોતાની જાતની પહેલી એવી ઇન્જરી છે. કહેવાય છે કે પ્રાકૃતિક વસ્તુ જેમ કે ખાંસી, ઊલ્ટી, મળ, પેશાબ વગેરે રોકવા ન જોઈએ. એ સ્વાસ્થ્ય માટે જીવલેણ હોય શકે છે. એક વ્યક્તિ સાથે પણ કંઈક એવું જ થયું.

આ ઘટના ત્યારે ઘટી જ્યારે એ વ્યક્તિ પોતાની કાર ચલાવી રહ્યો હતો અને અચાનક તેને છિંક આવી ગઈ, પરંતુ તેણે છિંકવાની જગ્યાએ પોતાનું નાક ભીચી લીધું અને પોતાનું મોઢું બંધ કરી લીધું. તેનો આ નિષ્ફળ પ્રયાસ અને બેવકૂફી તેને ભારે પડી કેમ કે છિંક રોકવાથી તેની શ્વાસ નળીમાં 2x2 મિમીનું એક નાનકડું કાણું થઈ ગયું. છિંક રોકવાથી ગળાની અંદર પડેલું પ્રેશર તેનું કારણ બન્યું. જ્યારે એ વ્યક્તિ અજીબ હાલતમાં હૉસ્પિટલ પહોંચી તો તેના ગળાના બંને કિનારે પહેલાથી સોજો આવી ગયો હતો, જેથી તેને ખૂબ દુઃખાવો થઈ રહ્યો હતો. જો કે, ત્યારે પણ કોઈ સમસ્યા વિના શ્વાસ લઈ શકતો હતો. ખાવાનું ગળી શકતો હતો અને વાત કરી શકતો હતો.

એક્સ રે કરાવ્યા બાદ ખબર પડી કે એ વ્યક્તિને સર્જિકલ એમફિસેમા નામની એક બીમારી હતી. જ્યાં હવા કોઈના શરીરના સૌથી ઊંડા ટિશૂઝ નીચે ફસાઈ શકે છે. છિંક રોકવા પર હવા એ વ્યક્તિના ગળામાં કશેરુકાઓ સાથે સાથે તેની છાતી અને ફેફસાઓ વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ હતી. અંતે ડૉક્ટરોએ એ સમજ્યું કે તેને સર્જરીની જરૂરિયાત નથી. તેને બે દિવસ માટે હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો અને અંતે પેનકીલર આપીને રજા આપી દેવામાં આવી. તેને બે અઠવાડિયા સુધી કોઈ પણ ભારે કામથી બચવાની સલાહ આપવામાં આવી છે. આ ઘટના પર એક સ્ટડીને BMJ જર્નલ્સમાં પ્રકાશિત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp