પારંપરિક પોશાકમાં કોહલીની રેસ્ટોરાંમાં પ્રવેશ ન મળ્યો, વીડિયો વાયરલ

PC: indiatimes.com

વિરાટ કોહલીની મુંબઈ સ્થિત રેસ્ટોરાં one8માં એક વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવી નહીં. તે વ્યક્તિનું કહેવું છે કે, તેનો ડ્રેસ રેસ્ટોરાંના ડ્રેસકોડ અનુસાર ન હોવાને કારણે તેને પ્રવેશ આપવામાં આવ્યો નહીં. આ વ્યક્તિ વિરાટ કોહલીનો ફેન છે અને તેને રેસ્ટોરાંના આ નિયમથી ઘણી પરેશાની છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં આ વ્યક્તિએ દાવો કર્યો કે, તેને વિરાટ કોહલીની જાણીતી રેસ્ટોરાં one8 કમ્યૂનમાં એન્ટ્રી આપવામાં આવી નહીં. તમિલનાડુના આ વ્યક્તિએ વ્હાઈટ શર્ટ અને મેચિંગ વેષ્ટિ(તમિલનાડુમાં શરીરના નીચેના ભાગને સફેદ કપડાથી લપેટવામાં આવે છે.) પહેરી હતી. વીડિયો રેકોર્ડ કરતા સમયે તે રેસ્ટોરાંની બહાર ઊભો હતો.

એક્સ પર આ વીડિયોને સેન્ડી નામના યૂઝરે શેર કર્યો છે. વાયરલ વીડિયોમાં વ્યક્તિએ દાવો કર્યો કે તેને તેની આ ડ્રેસના કારણે મોંઘી રેસ્ટોરાંમાં એન્ટ્રી આપવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે, મુંબઈમાં JW મેરિએટ હોટલમાં ચેક ઈન કર્યા પછી તે જૂહુ સ્થિત one8માં ગયો. તે સમયે તેને ખૂબ ભૂખ પણ લાગી હતી. એવામાં વિરાટ કોહલીના ફેન તરીકે તેણે તેની આ રેસ્ટોરાંમાં જવાનું મન બનાવ્યું.

યૂઝરનો દાવો છે કે, મેનેજમેન્ટે તેને પ્રવેશ આપ્યો નહીં કારણ કે તેમના અનુસાર પહેરવેશ રેસ્ટોરાંના ડ્રેસ કોડ અનુસાર નહોતો. તેણે લખ્યું કે, રામરાજ કોટનની હાઈ ક્વોલિટીનો ડ્રેસ પહેરવા છતાં મને એન્ટ્રી આપવામાં આવી નહી. નિરાશાની સાથે હું મારી હોટલ પાછી ફરી રહ્યો છું. મને ડાઉટ છે કે તેઓ આના પર કાર્યવાહી પણ કરશે. આશા છે કે આવી ઘટના ફરીવાર ન બને.

તમિલ સંસ્કૃતિનું અપમાન

આ વ્યક્તિએ એવો પણ દાવો કર્યો કે, મેનેજમેન્ટે તમિલ સંસ્કૃતિનું પણ અપમાન કર્યું છે. મારી ભાવના પણ આહત થઇ છે. ઓનલાઈન શેર કર્યા બાદ વીડિયોને 10 લાખથી વધારે વાર જોવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા યૂઝર્સની વચ્ચે ચર્ચા શરૂ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp