9 પત્ની સાથે રહેવાવાળા વ્યક્તિએ બનાવ્યું 'પ્રેમનું ટાઈમ ટેબલ'! થયો આ પ્રોબ્લેમ

PC: nypost.com

એક વ્યક્તિની 9 પત્નીઓ છે. તેણે તમામ પત્ની સાથે પ્રેમ કરવા માટે એક રૂટીન બનાવ્યું. જેથી કરીને કોઈ પણ પત્નીને ખોટું લાગે નહીં અને દરેક પત્નીની સાથે તે યોગ્ય સમય વિતાવી શકે, દરેકને યોગ્ય ટાઈમ આપી શકે. પરંતુ આ વ્યક્તિની તમામ કોશિશો કરવા છતાં પ્રેમના ટાઇમ ટેબલ વાળો તેનો તે પ્લાન સફળ સાબિત ન થયો.

બ્રાઝીલમાં રહેનાર આર્થર ઓ ઉર્સો એક સાથે 9 મહિલાઓની સાથે લગ્ન કરીને દુનિયાભરમાં ચર્ચામાં આવી ગયો હતો. તેણે જણાવ્યું કે પ્રેમનું ટાઈમ ટેબલ બનાવાનું  બેકાર સાબિત થયું છે. તેણે વધુમાં કહ્યું કે અમારી જિંદગીમાં ઘણી મસ્તી અને આનંદ રહેતો હતો, પરંતુ શરૂઆતમાં મેં એપોઇમેન્ટ આપીને પ્રેમ કરવાની કોશિશ કરી.

આર્થરે વધુમાં જણાવ્યું કે ટાઈમ ટેબલ ફોલો કરવાના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ, ક્યારેક-ક્યારેક તો લાગતું હતું કે શિડયુલને કારણે મારે પ્રેમ કરવો પડી રહ્યો છે. એક બાજુથી દબાવ લાગવા લાગ્યો, મને આવું લાગવા લાગ્યુ કે હું આનંદ માટે આ નથી કરી રહ્યો.

આર્થરનું કહેવું છે કે તેણે ફ્રી લવને સેલિબ્રેટ કરવા માટે અને એક લગ્નના વિરોધ માટે 9 લગ્ન કર્યા હતા.

જેવું કે સામાન્ય રીતે કોઈ પણ લગ્નમાં થાય છે, આર્થરના લગ્નજીવનમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. તેની એક પત્નીએ તો પહેલાથી જ ડિવોર્સ લેવાનું મન બનાવી લીધું છે. આર્થરે કહ્યું કે તે ઈચ્છે છે કે હું ફક્ત તેનો જ બનીને રહું. પરંતુ આનો કોઈ મતલબ નથી.

View this post on Instagram

A post shared by Arthur O Urso (@arthurourso)

આર્થર એ વધુમાં જણાવ્યું કે, હું સેપરેશનની વાતથી ખુબ જ દુખી હતો અને આનાથી પણ વધારે તેના કારણોને લઈને હેરાન હતો. તેણે કહ્યું કે તે મોનોગેમસ રિલેશનશિપને મિસ કરે છે.

આર્થર એ કહ્યું કે, જ્યારે તમારી આટલી પત્નીઓ હોય ત્યારે એટેન્શન અથવા અફેક્શન મેળવવામાં વધુ સમય નથી લાગતો. ટાઈમ ટેબલ વાળો રોમાન્સ અમારા માટે યોગ્ય ન હતો. એટલે અમે તેને અટકાવી દીધો.

આર્થરનું માનવું છે કે, કોની સાથે પ્રેમ માટે કેટલો સમય કાઢવો? તેનાથી તેમની પત્નીઓને વધુ ફર્ક નથી પડતો, પરંતુ ગિફ્ટને લઈને પત્નીઓ વચ્ચે ઈર્ષ્યા થાય છે. તેણે વધુમાં કહ્યું કે હું જ્યારે કોઈ એકને મોંઘી ગિફ્ટ આપું છું, અને બીજીને નાનુ અથવા સસ્તુ ગિફ્ટ આપું છું, તો તે લોકોની વચ્ચે ઈર્ષ્યા થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp