શહીદ દીકરાના ફોટાને જોઈ રડી પડી માતા, ભાવુક કરી દેશે આ વીડિયો
આ વીડીયોએ સોશિયલ મીડિયા યુઝર્સની આંખોને ભીની કરી દીધી છે. એક યુઝર્સે લખ્યું કે આ વીડિયો જોઈને મારી આંખોમાંથી આંસુ નથી અટકી રહ્યા, જ્યારે બીજા એક યુઝર્સે લખ્યુ કે તે માતાનુ દુઃખ તો અનુભવી પણ નથી શકાતું.
સોશિયલ મીડિયા પર એક ભાવુક કરી દેવાવાળો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક માતા પોસ્ટર પર લાગેલા પોતાના શહીદ દીકરાના ફોટાને વારે-વારે ચુંબન કરી રહી છે. જેણે પણ આ વીડિયો જોયો છે તેની આંખો માંથી અશ્રુ વહી રહ્યા છે. આ જવાનની શહાદતને દરેક વ્યક્તિ સલામ કરી રહ્યા છે, અને યુઝર્સ પણ આ વિડીયો પર મોટા પ્રમાણમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કઇ રીતે પોતાના શહીદ દીકરાના ફોટાને જોઈને એક માતા ખૂબ જ ભાવુક થઈ જાય છે. ક્યારેક તે રૂમાલથી પોતાના દીકરાના ફોટાને સાફ કરે છે, તો ક્યારેક ફોટાને ચુંબન કરે છે. આ માતાના આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યાં. પોતાના શહીદ દીકરા માટે માતાનો પ્રેમ અને મમતા જોઈને ત્યાં ઉપસ્થિત તમામ લોકો ભાવુક થઈ જાય છે.
आपके लिए जवान शहीद हो गया होगा एक माँ के लिए आज भी ज़िंदा है
— Bastar Talkies (@BastarTalkies) April 24, 2022
तस्वीर दोरनापाल की है जहां बीते दिनों शहीद जवानों को याद किया गया। इस दौरान एक शहीद जवान की माँ भी पहुँची थी।बाक़ी तस्वीरें सब बयां कर रही हैं।आप तो बस आँखों के किनारे भिगो लीजिए :@ranutiwari_17 pic.twitter.com/q8nhOUaqJW
રિપોર્ટ મુજબ આ વિડીયો છત્તીસગઢના સુકમા જિલ્લાના દોરનાપાલનો છે. જ્યાં શહિદ જવાનો માટે એક સ્મારક બનાવવામાં આવી છે, જ્યાં શહીદોના પરિવારજનો પહોંચ્યા હતા. જે દરમિયાન જ્યારે એક શહીદ જવાનની માતા પોતાના દીકરાના ફોટાને જોઈ છે ત્યારે તે પોતાને રોકી નથી શકતી તેની આંખોમાંથી આંસુ છલકી પડે છે, જોકે હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયો જોઈને યુઝર્સની આંખો પણ છલકાઇ રહી છે. એક યુઝર્સે લખ્યુ કે આ વીડિયોને જોઈને મારી આંખોમાંથી આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યાં. જ્યારે બીજા એક અન્ય યુઝર્સે લખ્યું કે આ માતાનુ દુઃખ તો અનુભવી પણ નથી શકાતું.
સેંકડો યુઝર્સે આ જવાનની શહાદતને નમન કરતાં તેની માતાને પણ સેલ્યૂટ કર્યું છે, યુઝર્સે કહ્યું કે આવી માતાને લાખો વાર પ્રણામ કે જેમણે દેશ માટે પોતાના લાલનું બલિદાન આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp