રેસિંગમાં 180 કિલોમીટરની ઝડપે ભાગી રહેલી બાઈક ફંગોળાઈ, વીડિયો જોઈ ડરી જવાય

PC: ultimatemotorcycling.com

બાઇક રેસિંગ જોઈને તેના ચાહકોને ઘણી મજા આવે છે. પરંતુ બાઈકરો આ બધું પોતાના જીવને જોખમમાં મુકીને કરતા હોય છે. બાઈક રેસિંગ દરમ્યાન બાઈકરો પોતાના જીવ સાથે રમત રમીને બાઈક રેસિંગ કરતા હોય છે. જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે બાઈકરોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આવી જ એક ભયાનક ઘટના રવિવારે ઇન્ડોનેશિયાના મંડાલીકા ઇન્ટરનેશનલ સ્ટ્રીટ સર્કિટમાં બનવા પામી છે.

ઇન્ડોનેશિયા ગ્રાન્ડ પ્રિકસ પહેલા વોર્મ-અપ કરાવવામાં આવી રહ્યું હતું. તે દરમ્યાન સ્પેનના બાઈકર રેસર અને છ વારના વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા માર્ક માર્ક્વેઝની( Marc Marquez) બાઈકનું ભયાનક અકસ્માત થયો. આ અકસ્માતને પગલે માર્ક માર્ક્વેઝની બાઈક ઘણા મીટર દુર ઘસડાઈને પડી.

અકસ્માત બાદ માર્ક માર્ક્વેઝને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો

આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીયોમાં તમે જોઈ શકો છો કે બાઈકની સાથે રેસર માર્ક પણ જમીન પર ઘસડાઈને ઘણા મીટર દૂર સુધી ઘસડાઈ જાય છે. ત્યાર બાદ માર્ક પોતે રસ્તા પરથી ઉભો થાય છે અને રોડની સાઈડમાં જતો રહે છે. જોકે આ સમગ્ર ઘટના બન્યા બાદ માર્કને તરત જ નજીકમાં આવેલ એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવે છે. જ્યાં સારવાર મળતા માર્કનો જીવ બચી જાય છે. પરંતુ તે ઈન્ડોનેશિયા ગ્રાન્ડ પ્રિકસમાંથી બહાર થઇ જાય છે.

વળાંકના સમયે બાઈકનું બેલેન્સ બગડ્યું

જે સમયે આ ઘટના બનવા પામી હતી તે સમયે માર્ક પોતાની બાઇકને ટ્રેક પર આશરે 180 કિલોમીટરની ઝડપથી ચલાવી રહ્યો હતો. જે દરમ્યાન રોડ પર વળાંક લેતી વખતે બાઈકનું બેલેન્સ ખોડ્વાયું અને અકસ્માત થતા હોન્ડા બાઇક લેફ્ટ હાથની તરફ ઘણા મીટરો દુર સુધી ઘસડાઇને પડી.

આ સમગ્ર ઘટનામાં બાઇકના સ્પેરપાર્ટસ પણ છુટા પડી ગયા. માર્ક માર્ક્વેઝ( Marc Marquez) હોન્ડા ટીમ માટે રેસિંગ કરતો હતો. ત્યારે આ સમગ્ર બાબતે ટીમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમને તપાસ કરાવ્યા પછી જાણવા મળ્યું છે કે માર્ક માર્ક્વેઝ( Marc Marquez) હાલમાં ફીટ નથી તેમજ ડોકટરો દ્વારા તેને થોડા દિવસો માટે આરામની સલાહ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp